અંકલેશ્વર તાલુકાના સંજાલી મહારાજાનગર ખાતે નહેરમાં ડૂબી જતા બેનાં મોત નીપજ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિક તરવૈયા અને પાનોલી ફાયર ટીમે બંનેવની શોધ આરંભી હતી.
અંકલેશ્વર પાનોલી જીઆઇડીસીને અડીને આવેલ સંજાલી ગામના મહારાજા નગર નજીક આજરોજ સવારે નહેરમાં કાકા ભત્રીજો ડૂબ્યો હોવાની ઘટના સામે આવી હતી. મહારાજા નગરથી જીઆઇડીસી તરફ જી.ઈ.બી.સબ સ્ટેશન નજીક નહેર પાસે જ્યાં લોકો નાહવા તેમજ કપડા ધોવા માટે જાય છે.ત્યાં રવિવારના બપોરે નહેરમાં નાહવા પડેલા બંને કાકા ભત્રીજો નહેરમાં ઊંડા પાણીમાં ગરક થઇ ગયા હતા.
જે અંગે સ્થાનિકોને જાણ થતા પોલીસ વિભાગ અને પાનોલી ફાયર ટીમને જાણ કરતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ લખાય છે ત્યાં સુધી કાકા ભત્રીજાના નામઠામ અંગે કોઈ માહિતી મળવા પામી નથી.