The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ઈ-શ્રમ કાર્ડ નોંધણી તથા પ્રમાણપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ઈ-શ્રમ કાર્ડ નોંધણી તથા પ્રમાણપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો

0
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ઈ-શ્રમ કાર્ડ નોંધણી તથા પ્રમાણપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો

ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત્ત જન શિક્ષણ સંતાન ભરૂચ ખાતે આસીસ્ટન્ટ લેબર કમિશનર કચેરી ભરૂચ તથા જિલ્લા રોજગાર અધિકારની કચેરીનાં સંકલનમાં ઈ-શ્રમ કાર્ડ નોધણી અને કૌશલ્ય તાલીમમાં પાસ થયેલ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો અર્પણ કરવાનો કાર્યક્રમ અત્રેના સેન્ટ્રલ હૉલ ખાતે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો.

કાર્યક્રમની શુભ શરૂઆત જે.એસ.એસની તાલીમાર્થીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ સ્વાગત પ્રવચન આપતા નિયામક ઝયનુલ સૈયદે જણાવ્યુ કે, ઈ-શ્રમકાર્ડ આધાર કાર્ડની જેમ મહત્વપૂર્ણ કાર્ડ છે. તેનુ રજીસ્ટ્રેશન આપણી સંસ્થાના આઠ જેટલા સ્ટાફ સભ્યો દ્વારા કરાવવામાં આવશે.

દીપ પ્રાગટય બાદ પ્રવચન આપતાં જે.એસ.પરમાર મેનેજર લીડ બેન્ક એ જણાવ્યું કે, ઈ-શ્રમકાર્ડની શ્રમ મંત્રાલય ભારત સરકારનાં મંત્રી ભુપેન્દ્ર યાદવએ શરૂઆત કરાવેલ છે જે અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા કર્મયોગીઓકે જેઓ પ્રોવિડન્ડ્ફંડના લાભ મેળવતા નથી ઈન્કમટેક્ષ ભરતા નથી તેઓ ૧૬ વર્ષથી ૬૦ વર્ષની વયજુથનાં તમામ લોકો ઈ-શ્રમ કાર્ડ કઢાવી શકે છે તેનાથી વીમા યોજનાનો લાભ મળી શકે છે.પ્રાસંગિક પ્રવચન આપતા લેબર કમિશનર એ.એસ.ગાંધીએ ઈ-શ્રમકાર્ડની વિશેષતાઓ અંગે જણાવ્યું આ કાર્ડ થકી ભવિષ્યમાં મોટા લાભો પ્રાપ્ત કરી શકશે હાલ મિનિમમ વેજીસ કાયદા સિવાય શ્રમયોગીઓ માટે વિશેષ કાયદા ન હોવાથી સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન હેઠળ શ્રમ આઈડેન્ટીડી કાર્ડ તરીકે ઈ-શ્રમ કાર્ડની શરૂઆત કરવામાં આવી આનાથી એકસીડન્ટલ વીમા સહાય તથા આવનાર ઘણી બધી સરકારી યોજનાનો લાભ પણ પ્રાપ્ત કરી શકાશે આમાં એન્ટ્રી અને એકઝીટ બંન્ને ઓપન છે. સંસ્થા દ્વારા સ્થળ ઉપર રજીસ્ટર્ડ થયેલ લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઈ-શ્રમકાર્ડ વિતરણ કરાયા સાથે સાથે કૌશલ્ય તાલીમ પ્રાપ્ત કરી પાસ થયેલ તાલીમાર્થી ભાઈ-બહેનોને પ્રમાણપત્રો પણ અર્પણ કરાયા.

પ્રમુખ સ્થાનેથી સંબોધતા અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે, ઈ-શ્રમ કાર્ડ એ સમાજના અસંગઠીત કામદારો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક દેન છે તેઓ જયારે વડાપ્રધાન પદે બિરાજયા ત્યારથી આત્મ નિર્ભર ભારત માટેનુ સ્વપનું જોયું છે. જેથી શ્રમયોગીઓને આર્થિક તકલીફ દુર કરી તેને આત્મનિર્ભર બનાવીને સાથે આપણી બહેન દિકરીઓ જે સ્કીલ તાલીમ લઈને પ્રમાણપત્ર લઈને પોતે પોતાનો વ્યવસાય શરૂ કરે છે તેઓ માટે આ ઈ-શ્રમ કાર્ડ ઘણાં ઉપયોગી બનશે આગળ જતાં પોતાનું જીવનધોરણ સુધારી આર્થિક સ્થિતિમાં સુધાર લાવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!