અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરા નગર પાછળ બાવળનું જંગલ આવેલું છે જે બાવળની ઝાડીમાં અંતરિયાળ ભાગ અજાણ્યા ઈસમો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. જ્યાં સ્થાનિક રહીશો સુરેન્દ્ર સિંગ દેવેન્દ્ર સિંગ કામ અર્થે ઝાડી તરફ જતા તેમણે મૃતદેહ ને જોતા જ સ્થાનિક લોકોને જાણ કરી જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જીઆઇડીસી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
જ્યાં 25 થી 30 વર્ષીય ઉંમર ના ઈસમ ને માથા ના ભાગે ગંભીર ઇજા સાથે લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. પ્રાથમિક સ્થળ તપાસ માં બોર્થડ પદાર્થ વડે ગંભીર ઇજા કરી હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે. ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર પ્રાથમિક યુવાન સ્થાનિક ના હોવાની પણ વિગતો સપાટી એ આવતા અજાણ્યા ઈસમ કોણ છે તે અંગે પોલીસ દ્વારા શોધખોળ આરંભી છે.