• 3 મકાનમાંથી રોકડા, દાગીના, સરસમાન સાથે મીની તિજોરી, મર્સીડીઝ બેન્ઝ તેમજ કવીડ કાર પણ ઘરમાંથી ચાવી લાવી ચોરી ગયા
અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક જ રાત્રીના 3 જેટલા મકાનને નિશાન બનાવી રૂપિયા 35 લાખ ઉપરાંતની મત્તા પર હાથફેરો કરી તસ્કરો મર્સીડીઝ બેન્ઝમાં સવાર થઈ ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર માનવ મંદિર પાસે આવેલ હરિદ્વાર પારસ કો.ઓ.સોસાયટી ખાતે રહેતા પત્રકાર અને ઉદ્યોગકાર ચેતન મોદી પરિવાર સાથે આઉટ ઓફ ઇન્ડિયા દુબઈ ફરવા ગયા છે.
દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તેમના ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા લોખંડના કબાટ માંથી રહેલી નાની તિજોરી કિંમત રૂપિયા 16 હજાર અને અંદર રહેલા 30 હજાર રૂપિયા રોકડા તેમજ એક લેપટોપ અને પિગીબેન્ક માં રહેલ 30 હજાર તેમજ ડ્રોવર ના રહેલ 11000 રૂપિયા મળી 1.02 લાખ રૂપિયા રોકડા ની ચોરી કરી હતી.
તસ્કરો ઘરમાં રહેલી નાની તિજોરી ઉપરાંત અંદર મર્સિડીઝ બેન્ઝ ગાડી ની ચાવી લઇ આવી મર્સીડીઝ બેન્ઝ ગાડી ની પણ સાથે ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે સ્વરે પાડોશી દ્વારા જાણ કરવામાં આવતા ચેતન ભાઈ મોદી ના ભાઈ દક્ષેશ મોદી ધરે દોડી આવ્યા હતા અને આ અંગે જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ડોગ સ્કોર્ડ, એફ.એસ.એલ , તેમજ ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટ ની મદદથી તપાસ આરંભી હતી. હતી ઘટના અંગે દક્ષેશ મોદી ની ફરિયાદ આધારે પોલીસે રોકડ તેમજ મર્સીડીઝ બેન્ઝ ગાડી મળી 31 લાખ ઉપરાંત ની ચોરી નો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
આ ઉપરાંત જીઆઇડીસી માં આવેલ ગણેશ રો હાઉસ માં પણ તસ્કરો 2 મકાન ને નિશાન બનાવ્યા હતા. તસ્કરો સોસાયટી ના મકાન નંબર 8 માં રહેતા ચંદ્રકાન્ત આહીરે રાવ ના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તેવો મહારાષ્ટ્ર ખાતે વતન માં ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરો ઘર ના આગળ ના દરવાજા નો નકુચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. અને ઘર માં રહેલા કબાટ તોડી અંદર રહેલા સોના-ચાંદી ના દાગીના તેમજ 5 હજાર રોકડા અને લેપટોપ ચોરી કરી ફરાર થઇ ગયા હતા આ અંગે પાડોશી દ્વારા તમને જાણ કરવામાં આવતા તેઓ ધરે દોડી આવ્યા હતા. ઘર માં થયેલી ચોરી અંગે જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર અંદાજિત 1 લાખ ઉપરાંતની મત્તા પર તસ્કરો હાથફેરો કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

આજ સોસાયટીમાં મકાન નંબર 60 માં રહેતા નિર્મલ શાહ શનિવાર ના રોજ તેમના પિતા તબિયત બગડતા ઘર બંધ કરી પશ્ચિમ બંગાળ ખાતે ગયા હતા તેમના મકાન ને પણ તસ્કરો એ નિશાન બનાવ્યું હતું અને ઘર ના દરવાજા નો લોક તોડી ઘર માં પ્રવેશ્યા હતા અને ઘરમાં રહેલા કબાટ માંથી રોકડ તેમજ અન્ય માલમત્તા સાથે ઘર આગને પાર્ક કરેલ ક્વિડ કાર પણ ચાવી લઇ આવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ઘટના અંગે જીઆઇડીસી પોલીસને જાણ કરતા તેઓ દ્વારા પણ નિર્મલ શાહ સંપર્ક કર્યો હતો કાર સહીત લાખો ની મત્તા પર તસ્કરો હાથફેરો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા હાલ નિર્મલ શાહ પશ્ચિમ બંગાળ થી પરત આવે તેની રાહ જોયા વગર પ્રાથમિક વિગતોના આધારે તપાસ આરંભી હતી. પોલીસે ડોગ સ્કોર્ડ તેમજ એફ.એસ.એલ તેમજ ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટ ની મદદથી તપાસ આરંભી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here