નવ પરણિતાને સાસરિયાં દ્વારા ત્રાસ આપતા અભયમ ભરૂચ ટીમે આશ્રય અપાવ્યો.
અંકલેશ્વર થી એક ત્રાહિત વ્યક્તિ એ 181 મહિલા હેલપલાઇન મા કોલ કરી જણાવેલ કે એક યુવતી કેટલાક સમય થી અહી બેસી રહી છે. જેને મદદરૂપ બનવા અપીલ કરતા અભયમ રિસ્કયુ ટીમ ભરૂચ તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતી સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે પંદર દિવસ પહેલાં તેના લગ્ન થયેલ જેમાં પતિ અને સાસરી વાળા એ મારઝૂડ કરતા ઘરે થી નીકળી ગયેલ અને હવે પરત જવા માગતા ના હોય અભયમ ટીમ દ્વારા તેમને ઓ. એસ. સી માં આશ્રય અપાવ્યો હતો.

મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશનો પરિવાર ભરૂચમાં રોજગારી માટે આવેલ જેમની બારમા ધોરણ મા અભ્યાસ કરતી દીકરી ને અભ્યાસ છોડાવી તેની મરજી વિરુદ્ધ લગ્ન કરાવી દીધા હતા. પંદર દિવસ ના લગ્ન જીવન માં કોઈપણ વાંક ગુના વગર તેના પતિ દ્વારા મારપીટ કરવામાં આવતી હતી બે દિવસ પહેલા તેના સાસરી વાળા એ પણ માનસિક શારીરિક હેરાનગતિ કરતા ત્રાસી ઉઠેલ પરણિતા ઘર છોડી નીકળી ગયેલ અને તેની માતા ને ફોન કરેલ જ્યાં તેની માતા એ જણાવેલ કે હવે અમે તારા લગ્ન કરાવી દીધા છે. તારે હવે ત્યાં જ રહેવાનું છે. જેથી પરણિતા ને હવે ક્યાં જવું તે સમજ ના પડતા અંકલેશ્વર બસ ડેપોમાં બેસી રહેલ જ્યાં એક ત્રાહિત વ્યક્તિ ની નજરમાં આવતા તેને મદદ કરવાની ભાવના થી 181 મહિલા હેલપલાઇનમાં જાણ કરી હતી.
અભયમ ટીમ દ્વારા તેની સાથે કાઉન્સિલ કરી વિગતે તેની માહિતી મેળવી હતી હવે તે સાસરી માં કે પિયર મા જવા માગતી ના હતી જેથી તેની ઈચ્છાનુસાર માટે ઓ. એસ. સીમાં આશ્રય અપાવવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here