• ખાડી પરનો પુલ સાંકડો અને બિસ્માર હોઇ વાહનો અવારનવાર ખોટકાયછે
• રાજપારડી પાસેની માધુમતિ ખાડી નજીક ટ્રક બગડતા ટ્રાફિક જામ સર્જાયો
• રાજપારડી ટ્રાફિક પોલીસ તેમજ ટી.આર.બી.ના જવાનોએ ટ્રાફિકને હળવો કરવા જહેમત ઉઠાવી
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામ પાસે આવેલ માધુમતિ ખાડી નજીક એક ટ્રક ખોટકાતા વાહનોની લાંબી લાંબી કતારો લાગી હતી માધુમતિ ખાડી પાસે ભારે ટ્રાફિક જામ સર્જાતા રાજપારડી ટ્રાફિક પોલીસના જવાનો અને ટી.આર.બી.ના જવાનો દોડી આવ્યા હતા અને ટ્રાફિકનુ સંચાલન કરી ટ્રાફિક હળવો કરતા વાહન ચાલકોને રાહત સાંપડી હતી રાજપારડીથી સારસા તરફ જતા વચ્ચે આવતી માધુમતિ ખાડીનો પુલ સાંકડો હોઇ અને પુલ પરના માર્ગ પર મસમોટા ખાડાઓ પડતા વાહનો ખાડામાં પટકાય છે વાહન ખાડામાં પટકાતા વાહનોને નુકશાન થતા વાહન આગળ જતા બગડી જવાના બનાવો વધુ પ્રમાણમાં બનેછે આવોજ એક બનાવ રાજપારડી ખાતે બન્યો હતો.
બોડેલી તરફથી ઝઘડીયા તરફ જતી એક ટ્રક માધુમતિ ખાડીના પુલ નજીક માર્ગની વચ્ચોવચ ખોટકાઇ હતી ટ્રક ખોટકાતા સારસા તરફ તેમજ રાજપારડી ચોકડી તરફ વાહનોની લાંબી લાંબી કતારો જામી હતી ઘટના અંગે રાજપારડી પોલીસના ટ્રાફીકના જવાનોને માહિતી મળતા ટ્રાફિક પોલીસના જવાનો તેમજ ટી.આર.બી.ના જવાનો ટ્રાફિક જામ વારા સ્થળે પહોચ્યા હતા અને સુંદર રીતે ટ્રાફિકનુ સંચાલન કરતા ટુંક સમયમાં ટ્રાફિક હળવો થયો હતો જેથી વાહન ચાલકોએ રાહત અનુભવી હતી અને કેટલાક વાહન ચાલકોએ રાજપારડી પોલીસના ટ્રાફિકના જવાનો અને ટી.આર.બી.ના જવાનોને થેંન્કયુ કહી કામગીરી બીરદાવી હતી.
•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી