•એક મહિલા અને ડેપ્યુટી સરપંચના પતિ સહિત પાંચ લોકોને ઈજા

ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન ટાણે જ બે કોમના લોકો આમનેસામને આવી જતા ધીંગાણું સર્જાયું હતું. જે અથડામણે હિંસક રૂપ લેતાં એક મહિલા અને ડેપ્યુટી સરપંચના પતિ સહિત પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 એબ્યુલન્સની સેવાની મદદ વડે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પંચાયતોની ચૂંટણી અંતર્ગત આજે રવિવારે સવારથી જ મતદાન મથકો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. જેમાં ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામમાં ચૂંટણીની આગલી રાત્રીના સમયે જ બે કોમના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી.જેમાં મહિલા અને ડેપ્યુટી સરપંચના પતિ સહિત પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગેની જાણ વાલિયા પોલીસ મથકે કરાતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here