•લાઇટ બીલ બાબતે બે ભાડૂઆતો વચ્ચેની બોલાચાલી બની હિંસક
ભરૂચના નબીપુરમાં મોડી સાંજે બે ભાડૂઆતો વચ્ચે થયેલ બોલાચાલી હિંસક રૂપ ધારણ કરતા એક ભાડૂઆતે બીજા ભાડૂઆત પર છરા વડે હૂમલો કરતા ઘાયલ ભાડૂઆતને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ લવાયો હતો.
ભરૂચના ઝંઘાર ખાતે બદામ ફળીયામાં રહેતા અને હાલમાં નબીપુર ખાતે રેલ્વે સ્ટેશન પાછળ ભાડના મકાનમાં રહી ભઠીયારાનું કામ કરતા ૩૩ વર્ષીય મયુદ્દીન ઇબ્રાહીમ સારોડીયાને તેની ઉપરના માળે રહેતા અને સિક્યુરીટીની નોકરી કરતા ભાડૂઆત મૂળ યુ.પી.ના ખાનસાહેબ સાથે લાઇટબીલ બાબએ બોલાચાલી ઝઘડો થયો હતો.
જોતજોતામાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ખાનસાહેબે તેના હાથમાં રહેલ છરા વડે મયુદ્દીન પર હૂમલો કરતા મયુદ્દીનને ડાબા હાથે તેમજ પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં છરા વડે હૂમલો કરી ભાડૂઆત ખાનસાહેબ નાસી છુટ્યો હતો. જ્યારે ઘાયલ મયુદ્દીનને રીક્ષા મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ લાવતા દાખલ કરાયો હતો. આ ઘટનાની વર્ધી નબીપુર પોલીસ મથકે જતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.