• વાગરા તાલુકામાં ખેતીમાં કુદરતી અને માનવસર્જિત થયેલ નુકશાની વળતર ચૂકવે સરકાર
•ઔદ્યોગિક પ્રદુષણનો કાયમી નિકાલ ઝંખતા ખેડૂતો
•વાગરા ખાતે મબલક પ્રમાણમાં ઉત્પાદન થતા અર્ધ શિયાળુ મગનું રજીસ્ટ્રેશન ચાલુ કરી ખરીદી કરવા ની માંગ
વાગરા તાલુકા ના ખેડૂતો ખેતીની સમસ્યાઓના કાયમી નિકાલ અર્થે ભારતીય કિસાન સંઘ ના ધ્વાર ખટખટાવ્યા છે.કિસાન સંગઠને રાજ્યપાલ મહોદય ને સંબોધી ખેડૂતો ના પ્રશ્નો ને વાંચા આપતુ આવેદન વાગરા મામલતદાર ને પાઠવ્યુ હતુ.
વાગરા તાલુકામાં ઉદ્યોગ નગરી તરીકે સુવિખ્યાત બન્યો છે.જેને પગલે તાલુકાને ફાયદો તો થયો છે.પરંતુ તેના ગેરલાભની અસર સ્થાનિકો સાથે ખેતી ઉપર પણ થઈ રહી છે.તો બીજી તરફ સરકાર ખેડૂતો ની વિવિધ સમસ્યાઓનો જળમૂળમાંથી નિકાલ કરે એ તરફ ખેડૂતો આશ રાખી ને બેઠા છે.અનેક તકલીફો થી ઘેરાયેલા જગતના તાતે ભારતીય કિસાન સંઘ ના માધ્યમ થી રાજ્યપાલ ને સંબોધી વાગરા નાયબ મામલતદાર પુરવઠા ને ગતરોજ આવેદન પાઠવ્યુ હતુ.આવેદનમાં જણાવ્યા અનુસાર સમાન સિંચાઈ દૂર કરવામાં આવે.વિજળીમાં ફિક્સ ચાર્જ નાબૂદ કરી હોર્સપાવર આધારિત વીજળી આપવામાં આવે.રિસર્વે માં ખેડૂતો ને થતી હેરાનગતિ નો નિકાલ ત્વરિત કરવામાં આવે.વાગરા તાલુકામાં કુદરતી અને માનવ સર્જિત આફત થી થયેલ નુકસાની વળતર ને ચૂકવવા તેમજ વાગરા ખાતે મબલક પ્રમાણમાં ઉત્પાદન થતા અર્ધ શિયાળુ મગનું રજીસ્ટ્રેશન ચાલુ કરી ખરીદી કરવાની આવેદનમાં માંગ કરવામાં આવી છે.તાલુકામાં આવેલ ઉદ્યોગો ના પ્રદુષણ ને નાથી ખેડૂતો ને ઉગારવા ની માંગ કરતુ આવેદન ભારતીય કિસાન સંઘ દ્ધારા આપવામાં આવ્યુ હતુ.
ભારતીય કિસાન સંઘ ના જિલ્લા સંયોજક અજિતસિંહ રાજે જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર ખેડૂતો ના હિત ને ધ્યાને લઇ સમસ્યાઓનું વેરાસર નિકાલ લાવે અન્યથા અમારે છેવટે આંદોલન નો માર્ગ અપનાવવો પડશે.ખેડૂતોના પ્રાણ પ્રશ્નનો ઉકેલ ના આવે ત્યાં સુધી ભારતીય કિસાન સંઘ તેમની પડખે ઉભુ રહેશે.રાજ્ય સરકાર ખેડૂતો ને હલકામાં ના લઈ જગતના તાત ની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ કરે એવી અમારી માંગ છે.
•ઝફર ગડીમલ,ન્યુઝલાઇન,વાગરા