વાગરા તાલુકા ના લીંબડી ગામ ના ખેડૂતો એ જિલ્લા કલેકટર ને પાઠવેલ આવેદનપત્રમા જણાવ્યું છે કે લીમડી ગામમાંથી અંભેલ ગામ જવા માટે ડામરનો રોડ બનાવવામાં આવેલ હતો અને ગામ લોકો માત્ર આ રોડથી સાધનો લઈ ખેતરમાં ખેતી કામ કરવા માટે જતા હતા, હાલમાં જી.આઇ.ડી.સી. એ આ પાકો ડામ રોડ આશરે ૧૦ કુટ પહોળો અને દોઢ કિ.મી. લાંબો રોડ નવો પાકો રોડ બનાવવા માટે ખોદી કાઢેલ છે.
આ રોડ ખોદવામાં આવતા ગામ લોકોએ જી.આઇ.ડી.સી. ના ઓફિસરોને જણાવેલ કે હાલમાં ચોમાસમાના દિવસ નજીક છે જેથી પાકો રોડ ખોદકામ કરવો નહિં પરંતુ ઓફિસરોએ જણાવેલ કે જી.આઇ.ડી.સી.માં આવવા જવા માટે પાકો રોડ બનાવવો જરૂરી છે અને તમોને આ રોડથી સારો મેટલ નાંખી બનાવી આપીશું જેથી ગામ લોકોએ વાંધો લીધેલ નહિં પરંતુ હાલમાં જી.આઇ.ડી.સી. ડોઢ કિ.મિ. લાંબો રોડ અને ત્રણ કુટની ઉંડાઈ વાળો રોડ ખોદી કાઢેલ છે. તેથી ખેતેરોમાં આવવા જવા માટે મુશ્કેલી ઉભી થયેલ છે.
બીજું ચોમાસાના પાણીનો કોઇ નિકાલ નહિં થવાથી ખેતરોમાં જવાઇ તેમ નથી. તથા ખેતરોમાં જવાય એમ ન હોવાથી ખેતરોમાં વાવણી કઇ રીતે કરવી ? એ એક મોટો પ્રશ્ન છે અને વાવણી ન કરીને તો આર્થિક રીતે ઘણું જ નુકશાન વેઠવું પડે તેવી શકયતાઓ તથા ભય સતાવી રહયો છે.તે ઉપરાંત ઢોરોને ચરાવવા માટે પણ ગોચરમાં જવા આવવા માટે કોઇ રસ્તો રાખેલ નથી અને ઢોરો ભુખે મરી જાય તેમ છે.
જી.આઇ.ડી.સી. ના અધિકારીઓની બેદરકારીના કારણે કોઈપણ જાતનો અગાઉથી વિચાર કર્યા વગર પાકો ડામર રોડ ખોદી કાઢેલ છે. જેના કારણે ચાલુ સાલે પાકનું વાવતેર કરી શકાય તમે નથી. જેથી ખેડુતોને ખુબજ મોટું આર્થિક નુકશાન થાય તેમ છે. જેનું વળતર ચૂકવવા તેમજ ખેતર માં આવવા જવા માટે તાત્કાલિક રસ્તાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.