જગ વિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે આવેલ જગત મંદિરને આંગણે આજે અખાત્રીજના પવન અવસરની ઉજવણી કરવામાં આવી હતી આ તકે ભગવાન દ્વારકાધીશને ચંદન લેપ અને પુષ્પનો શણગાર કરાયો હતો. આ પ્રસંગે ભક્તોનો દરિયો ઘૂઘવ્યો હતો.

દર વર્ષની પરંપરા મુજબ દ્વારકાધીશ મંદિરે અખાત્રીજની ઉજવણી કરાઇ હતી. આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે ચંદન લેપ અને પુષ્પના વિશિષ્ટ શ્રુંગાર કરવામાં આવ્યા હતા. ગરમીની મોસમ દરમિયાન ભગવાન દ્વારકાધીશને સારી સુખાકરી મળી રહે તેવા ભાવ સાથે ચંદનનો લેપ લગાવાયો હતો અને મંદિરના પૂજારિયો દ્વારા ફૂલના વસ્ત્રથી ભગવાનને મનમોહક શણગાર કરવામાં આવ્યા હતા. ફૂલના વસ્ત્રથી ભગવાનને સજાવાયા હતા. ભોગ પણ ધરાયા હતા. આ સાથે ઉનાળાના આકરા તાપમાં શ્રજીને રાહત મળે તેવા ભાવને લઈને  અષાઢ સુદ એકમ સુધી દ્વારકાધીશને પુષ્પવસ્ત્ર પહેરાવવામાં આવશે.

અખાત્રીજ નિમિતે દ્વારકા  જગત મંદિર ખાતે ભક્તોએ ઉમટી પડી ભગવાનની વિશેષ આરતી અને પુષ્પ શૃંગાર દર્શનનો લાભ લઈ  પ્રભુને લાડ લડાવી ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here