
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે તળાવ ફળીયાના એક ખંડેર મકાનમાં 20 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બનાવની તાલુકા પોલીસને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને વધુ તપાસ આરંભી છે.
અંકલેશ્વરના સંજાલી ગામે તળાવ ફળીયામાં રહેતા 20 વર્ષીય આકાશ ધરમસિંહ રહે છે. આ યુવકે આજ રોજ કોઇક અગમ્ય કારણોસર એક ખંડેર મકાનમાં જઈ છતની લોખંડની એંગલ સાથે ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આકાશની આત્મહત્યાની વાયુ વેગે ગામમાં પ્રસરી જતા લોક ટોળા ઉમટી પડ્યાં હતાં.
બનાવ અંગેની જાણ ગ્રામજનોએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ આત્મહત્યા કરેલા આકાશના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.