આમોદ તાલુકાના રોઝાટંકારીયા ગામે ભૂતમામાં ની ડેરી પાછળ જુગાર રમાતો હોવાની આમોદ પી.એસ.આઈ.ને બાતમી મળતાં પોલીસે રેડ કરી જુગાર રમતાં ચાર જુગારીયાઓમાં સાબીર ઐયુબ ઇસ્માઇલ રહે.ઓચ્છણ તા.વાગરા,જાકિર હસન અહમદ રહે.રોઝાટંકારીયા તા.આમોદ,વલી મહંમદ ઉમરજી.રહે રોઝાટંકારીયા.તા.આમોદ, શાહનવાઝ ઐયુબ મુસા રહે.આછોદ તા.આમોદને ઝડપી પાડયા હતા.
પોલીસે દાવ ઉપરના તથા અંગજડતીના રોકડા ૧૫૧૯૦,મોબાઈલ નંગ ૪ કિંમત રૂ.૨૨૦૦૦,મોટર સાઇકલ નંગ ૨ કિંમત રૂ.૫૦૦૦૦ મળી કુલ ૮૭૧૯૦ના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ કરી હતી.જ્યારે પોલીસને જોઈ અન્ય પાંચ જુગારી આસીફ ઉર્ફે આસુ ઇબ્રાહીમ સુરખાવાલા રહે.નુરાની પાર્ક આમોદ,મુબારક હુસૈન પટેલ ઉર્ફે અરબી રહે.આછોદ.તા.આમોદ,એઝાજ ઉર્ફે કાદર માલજી રહે.આછોદ તા.આમોદ, સદ્દામ ઐયુબ ઇસ્માઇલ પટેલ રહે.ઓચ્છણ તા.વાગરા,ફૈઝલ મહેબૂબ મક્કા.રહે.ચાંચવેલ તા.વાગરાનાઓ ફરાર થઇ ગયા હતાં.પોલીસે આ તમામ સામે જુગારધારા કમલ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ