
અંકલેશ્વર GIDC માં આવેલ ખુશ હાઇટ્સના પાર્કિંગમાં પોતાની ફોરવ્હીલ ગાડી પાર્ક કરી , લોક કરી નવું મકાન જોવા ગયેલ બાદ પરત આવતા અજાણ્યા ઇસમો ગાડીનો કાચ તોડી રોકડા રૂપિયા 3.50 લાખ ભરેલ બેગની ઉઠાંતરી કરી નાસી હતો.
આ ઉપરાંત 24 ઓગસ્ટે વધુ એક બનાવમાં અંકલેશ્વર શહેરમાં મહાવીર ટર્નિંગ ખાતે યુવાન પોતાની બ્રેઝા ફોરવ્હીલ ગાડી લઇ પસાર થતા હતો.તે વખતે ગાડીની પાછળ ત્રણ અજાણ્યા ઇસમો મોટર સાઇકલો ઉપર આવી તે પૈકી એક ઇસમે ગાડીને પાછળથી અથડાવતા ફરીયાદી ગાડીમાંથી નીચે ઉતરી વાતચીત કરતા હતા. દરમ્યાન અજાણ્યા ઇસમોએ બ્રેઝા ગાડીનો કાચ તોડી આગળની સીટમાં રોકડા રૂપિયા 9.11 લાખ ભરેલ બેગની ઉઠાંતરી કરી નાશી ગયો હતો.
આ બન્ને બનાવ સંદર્ભે અંકલેશ્વર GIDC તથા અંકલેશ્વર શહેર પો.સ્ટે . ખાતે બે અલગ અલગ ગુનાઓ રજીસ્ટર થયા હતા. જેમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો દ્વારા રૂટ ઉપરના CCTV ફુટેઝ થકી ગુનો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. દરમ્યાન એલ.સી.બી.ટીમને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી ચોક્કસ હકિકત મળેલ કે, ચીલઝડપના બંને ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ અમદાવાદ શહેરમાં છે.
તપાસમાં ગયેલ ટીમ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સાથે સંકલનમાં રહી મદદ મેળવી ગુનામાં સંડોવાયેલ છારા ગેંગના 2 સાગરીતો જુગનુ ઉર્ફે જીગ્નેશ દિનેશભાઈ ઘાંસી ( છારા ) અને નિલેશ ઉર્ફે કાલા પૃથ્વીસિંહ મીનેકર બને રહે. છારા નગર કુબેરનગર અમદાવાદને સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોકડા રૂપિયા 2 લાખ તથા ગુનામાં ઉપયોગ થયેલ હોન્ડા યુર્નિકોર્ન મોટર સાઇકલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.
પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા બે લાખ તથા ગુનામાં વપરાયેલી હોન્ડા યુર્નિકોર્ન મોટર સાઇકલ કિંમત રૂ.50 હજાર મળીને કુલ રૂ.2.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જ્યારે અન્ય બે આરોપીઓ દીપક ધીરૂભાઇ બજરંગે અને મયુર દીનેશભાઇ બજરંગે બંને રહે,છારાનગરને વૉન્ટેડ જાહેર કર્યા છે.