ગતરાતે અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક અહમદ સઈદ વાડીવાળા નામના વ્યક્તિ ઉપર ત્રણથી ચાર અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં અહમદ વાડીવાળાને માથાના ભાગે ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે બનાવની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે અહમદ ઉપર કયા કારણો સર ફાયરિંગ કરવામાં આવ્યું છે, તે દિશામાં પોલીસે તપાસ કરીને શહેરના સીસીટીવી ફૂટેજ ચકાસણી સહિતની કામગીરી શરૂ કરી છે.

જોકે સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ ચૂંટણીની અદાવતે આ ઈસમ ઉપર હુમલો કરાયો હોવાની આશંકાઓ સેવાઇ રહી છે. આ ઇસમના પત્નીને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. આ અંગે કેટલાય ઈસમો સાથે તેમની ચૂંટણી બાબતે તકરાર ચાલતી હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે. પોલીસે હાલમાં તો હુમલાખોરોને શોધી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here