- તોફાની ટોળાની સામે નોંધાયો ગુનો
ભરૂચ જિલ્લાના જંબુસર નગર ના કાવી રીંગરોડ ઉપર આવેલ દુકાન મા સિગારેટ ના નાણાં દુકાનદારે માંગતા ઉશ્કેરાયેલા ઈસમે ફોન કરી તેના મિત્રો ને બોલાવી હુમલો કર્યો હોવાના તથા હુમલા દરમિયાન ત્યાં હાજર મહિલા ઉપર ટોળામાંથી કોઈક પ્રવાહી ભરેલ બોટલ નાંખી જાન થી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ થતાં ધટના સ્થળે દોડી જંબુસર પોલીસે ટોળા ને વિખેરી ને પરિસ્થિતી ઉપર કાબુ મેળવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
જંબુસર નગર ના કાવી રીંગરોડ ઉપર દુકાન ધરાવતા વિશાલભાઈ ઠાકોર ની દુકાન ઉપર એક યુવક સિગારેટ લેવા ગયો હતો. સિગારેટ લીધા બાદ દુકાનદાર વિશાલભાઈ ઠાકોરે યુવક પાસે સિગારેટ ના પૈસા માંગતા ઉશ્કેરાયેલ યુવકે બબાલ કરી હતી. તેણે તેના મિત્રો ને ફોન કરી બોલાવતા ૨૫ થી ૩૦ જેટલા યુવકો દુકાન ઉપર ધસી આવી હુમલો કરી તોડફોડ કરી હતી. આ દરમિયાન દુકાનદાર વિશાલ ને બચાવવા લોકો દોડી આવ્યા હતા.
આ તબક્કે એક મહિલા ઉપર ટોળા માંથી કોઈક પ્રવાહી ભરેલ બોટલ નાંખી જાન થી મારી નાંખવા નો પ્રયત્ન કર્યો હતો. પરિસ્થિતિ વણસી રહી હોવાની જાણ થતાં જંબુસરના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.બારીયા સ્ટાફ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા. હુમલો કરનાર ટોળા ને વિખેરી પરિસ્થિતી ઉપર કાબુ મેળવ્યો હતો.
બનાવ સંદર્ભે જંબુસર પોલીસ મથકે વિશાલ ઠાકોરે ૨૫થી ૩૦ વ્યક્તિઓ ના ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી હુમલાખોરો ને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ જંબુસર ખાતે વધુ પોલીસ ફોર્સ ખડકી દીધો હતો.