
સુરતથી નાગપુર પહોંચેલા શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખે મોટો આરોપ લગાવતા કહ્યું કે મને સુરતની હોટલમાં કેદ કરીને રાખ્યો હતો. નીતિન દેશમુખે કહ્યું કે પોલીસ બળજબરીથી મને પકડીને હોસ્પિટલમાં લઇ ગઇ હતી. મને કોઇ હાર્ટ અટેકે આવ્યો ન હતો. પોલીસના લોકોએ મને હોસ્પિટલમાં ભરતી કરી દીધો હતો. જે સમયે હું હોસ્પિટલમાં હતો તે સમયે મને 20-25 લોકોએ પકડી લીધો હતો. મારું અપહરણ કર્યું હતું. મને સુરતમાં કેદ કરીને રાખ્યો હતો.આ પહેલા શિવસેનાએ પોતાના મુખપત્રમાં આરોપ લગાવ્યો હતો કે શિવસેનાના ધારાસભ્યોને સુરતમાં ગુજરાત પોલીસે પીટાઇ કરી છે. તે મુંબઈ આવવા માંગે છે પણ ગુજરાત પોલીસ તેમને પકડીને સુરત લઇ ગઈ છે.
નીતિન દેશમુખે કહ્યું કે હું ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક છું. હું મારા ઘરે જઇ રહ્યો હતો. રાત્રે 12 વાગે નીકળ્યો હતો. હું રસ્તા પર ઉભો હતો. 100-200 પોલીસ ઉભા હતા. તે પછી પોલીસે મને હોસ્પિટલ લઇ ગઇ અને એવું નાટક રચ્યું કે મને હાર્ટ અટેકે આવ્યો છે.
આ પહેલા મંગળવારે નીતિન દેશમુખની પત્નીએ પતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. મહારાષ્ટ્રના અકોલો જિલ્લાના બાલાપુરથી શિવસેનાના ધારાસભ્ય દેશમુખની પત્ની પ્રાંજલિ દેશમુખે જિલ્લાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.