• રેલપેટ સફેદ પાઉડર સગેવગે કરી ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી

દહેજની રિલાયન્સ કંપનીમાંથી રૂ. 60.33 લાખનો સફેદ પાઉડર લઈ ઉત્તરાખંડ તરફ જવા નીકળેલો ટ્રેલર ચાલક રસ્તામાં જ ગાયબ થયો હતો. ટ્રેલર ઉત્તરાખંડ ખાતે નહિ પહોંચતા અને ટ્રેલર ચાલક બેઉના ફોન સ્વીચ ઓફ આવતાં સુરતના ટ્રાન્સપોર્ટરે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દહેજ મરીન પોલીસ મથકે સુરતના ટ્રાન્સપોર્ટર મુકેશકુમાર ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 24 માર્ચે તેમના ઉપર રાજસ્થાનના ટ્રેલર ચાલક મનમોહન જગપાલ ગુર્જરનો ફોન આવ્યો હતો. જેણે પોતાની ગાડી ઉત્તર ભારતમાં જતી હોવાથી માલ હોય તો કહેવા જણાવ્યું હતું. દહેજની રિલાયન્સ કંપનીમાંથી રેલપેટ સફેદ પાઉડર 36 બેગ, કુલ વજન 41 હજાર 400 મેટ્રિક ટન, 26 માર્ચે ટ્રેલર નં. RJ-06-GC-6983માં ભરવામાં આવ્યો હતો.

આ ટ્રેલર લઈને નીકળેલો ચાલક અને તેના માલિકનો નંબર બે દિવસ બાદ સ્વીચ ઓફ થઈ ગયો હતો. ઉત્તરાખંડના સિતારગંજમાં આવેલી પારલે એગ્રો કંપની ખાતે ટ્રેલર નહિ પહોંચતા ચિત્તોડગઢ રહેતા ટ્રેલરના ડ્રાઈવર મનમોહન જગપાલ ગુર્જર સામે રૂપિયા 60 લાખ 33 હજારનો સફેદ પાવડર સગેવગે કરી ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here