નેત્રંગમાં સદંતર બંધ પાળી:બળાત્કારીને ફાંસીની માંગ કરતાં આદિવાસીઓ

0
125
  • તાલુકા સેવાસદનમાં ઘસી આવી ભારે સુત્રોચ્ચારો સાથે આવેદનપત્ર આપ્યું

નેત્રંગમાં સગીર ઉપર બળાત્કારની ઘટના વિરોધમાં બજાર સદંતર બંધ રહ્યું હતું.બળાત્કારીને ફાંસીની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

નેત્રંગમાં તાલુકાના મથકના ટેમ્પોના ડ્રાઇવર મુકેશ રાજા ભરવાડ નામના નરાધમે ૧૪ વષીઁય સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું.જ્યારે ભોગ બનનાર દિકરીના પિતાને બીજા ત્રણ ઈસમોએ ભેગા મળી ઢોરમાર મારી માથાના ભાગે ગંભીર ઇજાઓ પોહચાડી હતી.આ ઘટના બાદ ત્રણ ઈસમો વિરુદ્ધ નેત્રંગ પોલિસે પોસ્કો એક્ટ,એટ્રોસિટી અને મારામારીને લગતી કલમ ઉમેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુન્હાની ગંભીરતાની જાણ થતાં અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ચિરાગ દેસાઈએ આગળની તપાસ હાથ ધરતાં ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી મુકેશ ભરવાડ અને ત્યારબાદ વધુ એક આરોપી ભરત ભરવાડની પકડી જેલના હવાલે કરતાં ચકચાર મચી જવા પામી હતી.

ઉલ્લેખનીય છે કે,નેત્રંગમાં આદિવાસી દીકરી ઉપર બનેલ બળાત્કારની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યો છે.જેમાં બીટીપી-બીટીએસ અને સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો ભારે સુત્રોચારો કરીને નેત્રંગ તાલુકા સેવાસદને ઘસી આવી બળાત્કાર કરનાર નરાધમને ફાંસીની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.પોલીસતંત્ર તટસ્થ તપાસ કરે અને ફાસ્ટટ્રેક કૉટમાં કેસ ચલાવે તેવી માંગ કરી હતી.બળાત્કારનો ભોગ બનેલ સગીરને પોલીસ દબાવે છે તેવા ગંભીર આક્ષેપો આગેવાનોએ કયૉ હતો.નેત્રંગ બંધનું એલાન આપતા પાનના ગલ્લાઓ,શાકભાજીની લાળીઓ સહિત જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ દુકાનો અને બજારો સંદતર બંધ રહ્યા હતા.

* ઇકરામ શેખ, ન્યુઝલાઇન, નેત્રંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here