આમ આદમી પાર્ટીનાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસે ગુનો નોંધાતા રાજકારણમાં હડકમ્પ મચી પામ્યો છે.
મળતી માહિતી અનુસાર માંડવી તાલુકાનાં કરજવાણ ગામના અને હાલ દેડીયાપાડા ફોરેસ્ટ કોલોનીમાં રહેતા શિવરાજ રુવજી ચૌધરીએ ફોરેસ્ટ વિસ્તારમાં દબાણ ખેતી કરતાં દબાણકર્તાને કાઢ્યા હતા આ બાબતે ગત તારીખ-30મી ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓના ઘરે વન વિભાગના અધિકારી શિવરાજ રુવજી ચૌધરી અને અન્ય કર્મીઓને બોલાવી સરકારી કામગીરીમાં રૂકાવટ ઊભું કરી અપશબ્દો ઉચ્ચારી ધારાસભ્યએ અધિકારીને બે લાફા ઝીંકી દીધા હતા અને વન કર્મીઓને એક લાઇનમાં ઊભા કરી એક રાઉન્ડ હવા ફાયરિંગ કરી ધામ-ધમકી આપી હતી.
જ્યારે ધારાસભ્યના પી.એ.જીતુંએ વન વિભાગના અધિકારીને ફોન ઉપર સર્જરી કામગીરી દરમિયાન કરેલ કામગીરી બાબતે ડુંગરજી ભાંગડા વસાવાની બે પુત્રીઓ અને રમેશ ગીમ્બા વસાવા,રમેશ ગીમ્બા વસાવાની પત્નીને કપાસના પાકની નુકશાનીની રકમ ચૂકવવા ધમકી આપી હતી જ્યારે ડુંગરજી ભાંગડા વસાવાના જમાઈએ 60 હજાર રૂપિયા લીધા હતા.બનાવ અંગે દેડીયાપાડા પોલીસ મથક ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા,તેઓની પત્ની સંકુતલા,પી.એ.જીતુ સહિત આઠ લોકો સામે રાયોટિંગ,આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન નર્મદા જિલ્લા પોલીસે ધારાસભ્યની પત્ની,પી.એ તેમજ ખેડૂતની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનાને લઈ સાંસદ મનસુખ વસાવાએ વખોડી કાઢી હતી અને તહેવાર ટાણે વાતાવરણ નહીં દોહળાય તે માટે લોકોને શાંતિ રાખવા આપી હતી જ્યારે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે ભરુચ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી ઘટના અંગે પ્રતિક્રિયા આપી ઘટનાને વખોળી હતી જ્યારે નર્મદા જિલ્લા એસપી પ્રશાંત શુબ્બેએ કાયદેસરની કાર્યવાહી કરી હોવા સાથે તપાસ શરૂ કરી છે તેમ જણાવ્યુ હતું.