The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home આંતરરાષ્ટ્રીય ભરૂચમાંથી નશાનો કારોબાર ઝડપાયો :એકની ધરપકડ

ભરૂચમાંથી નશાનો કારોબાર ઝડપાયો :એકની ધરપકડ

0
ભરૂચમાંથી નશાનો કારોબાર ઝડપાયો :એકની ધરપકડ

સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરે ભરૂચમાંથી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અંદાજિત 3 થી 4 કિલો એફેડ્રિન ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સૂત્રો અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયામાં સીઆઇડી ક્રાઇમની ટીમની દોડધામ બુધવારે 1 નવેમ્બરે સતત નજરે પડતી હતી.

આ કાર્યવાહીમાં સ્થાનિક પોલીસને મદદે લેવામાં ન આવતા સ્થાનિક પોલીસ પણ સીઆઇડી ક્રાઇમના ઓપરેશનને લઈ અસમંજસમાં મુકાઈ હતી. સીઆઇડીની ટીમે એફેડ્રિન સાથે એક આરોપીની ધરપકડ પણ કરી છે. આ મામલે હજુ પોલીસનું સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર એફેડ્રિનના 3 થી 4 કિલોના જથ્થા સાથે ઝડપાયેલ આરોપી સ્થાનિક છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ નિવૃત્ત સરકારી અધિકારીનો પુત્ર હોવાની પણ વિગતો જાણવા મળી રહી છે.વર્ષ 2021 જંબુસરમાંથી એફેડ્રિનની ફેક્ટરી ઝડપાઇ હતી

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઓક્ટોબર 2021માં પણ ભરૂચમાં એફેડ્રિનનો મોટો જથ્થો ઝડપાયો હતો. SOG એ જંબુસરમાંથી એફેડ્રિન ડ્રગ્સ બનાવતી આખી ફેક્ટરી ઝડપી પાડી હતી.પોલીસ સબ ઇન્સ્પેકટર નરેશ ગઢવીની ટીમે સીગામ ગામમાં સીમમાં રેડ કરી રાજકીય અગ્રણી અને ફાર્માસીસ્ટ સાથે 3 થી 4 આરોપીઓને ઝડપી પાડી 9.5 કિલો એફેડ્રિન ઝડપી પાડ્યું હતું.એક અહેવાલના મતે એફેડ્રિનની શોધ દવા તરીકે થઈ હતી.જેનો ઉપયોગ નશા માટે થવા લાગ્યો છે. તે અચાનક શક્તિ અને ઉત્તેજનામાં વધારો કરે છે. આ ઉપરાંત ભૂખને નિયંત્રિત કરે છે, પરંતુ તેની આડઅસરો પણ છે.  ઘણાં દેશોએ તેને પ્રતિબંધિત દવા જાહેર કરી છે. એવું માનવામાં આવે છે કે આ દવા મધ્ય એશિયાના રણમાં જોવા મળતા ‘ઇફેડ્રા’ નામના છોડમાંથી બનાવવામાં આવી હતી. અચાનક શક્તિ વધારનાર તત્વના કારણે તેની ચોક્કસ વર્ગમાં માંગ વધી હત. આ ડ્રગ્સના ઉપયોગથી હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ રહે છે.

દેશના નશાકારક  ડ્રગ્સ ઝડપાવાના મોટા બનાવોમાં ભરૂચના કેસનો પણ સમાવેશ થાય છે. ઓગસ્ટ 2022 માં  ભરૂચ પોલીસે પાનોલી GIDC ખાતેની ફેક્ટરીમાંથી રૂપિયા 1,382.38 કરોડની કિંમતનું મેફેડ્રોન (MD) ડ્રગ જપ્ત કરી બે લોકોની ધરપકડ કરી હતી.આ સમયે  મુંબઈમાં વરલીના એન્ટી-નાર્કોટિક્સ યુનિટ અને ભરૂચ પોલીસે અલગ-અલગ કામગીરીમાં ભરૂચના પાનોલી જીઆઈડીસીમાં ઈન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફેક્ટરીમાંથી રૂપિયા 2,407 કરોડની કિંમતનો મેફેડ્રોન જપ્ત કરવાનો દાવો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!