વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડવામાં સફળતા મળી છે.
એક તરફ વાલિયા તાલુકામાં એલસીબી,એસ.ઑ.જીના ધામા વચ્ચે બહારની એજન્સીએ દારૂ પકડી સ્થાનિક પોલીસનો કાન કાપ્યો હોવાની ઘટના બનવા પામી છે. જેમાં પોલીસને બાતમી મળી હતી કે એક્સયુવી કાર નંબર-જી.જે.19.એ.એ.7740નો ચાલક મહારાષ્ટ્રના ખાપર ગામના દારૂના ઠેકા ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર ખાતે આપવા આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વાલિયા ગામના ચાર રસ્તા ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી વૈભવી કાર આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતાં ચાલકે કાર હંકારી મૂકતાં પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતાં વટારીયા ગામ પાસેથી ટ્રાફિકજામ હોય ચાલક માર્ગની બાજુની સાઈડે ઉતારી ભાગવા જતાં કાર વૃક્ષના થડ સાથે ભટકાઇ અટકી ગઈ હતી.
પોલીસે દોડી અંદર સવાર ચાર ઈસમોને પકડવાની કોશિશ કરતાં ચાર પૈકી ત્રણ ઇસમો ફરાર થઈ ગયા હતા જ્યારે પોલીસે દારૂનો જથ્થો ઉતારવા આવેલ મજૂરને પકડી પાડ્યો હતો અને કારમાંથી વિદેશી દારૂની 240 નંગ બોટલ કબ્જે કરી હતી પોલીસે 89 હજારથી વધુનો દારૂ અને 15 લાખની કાર મળી કુલ 15.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને નંદુરબારના કાકડખૂંટ ગામના નિશાળ ફળિયામાં રહેતો મજૂર બહાદુરસિંગ સેગજી વસાવાને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારા રૂપિયા 89 હજારનો દારૂ અને કાર મળી 15.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જો કે આ બનાવમાં પોલીસે મહારાષ્ટ્રના ખાપરથી અંકલેશ્વર લઈ જવાતો દારૂ સાથે માત્ર ૧ મજૂરને ઝડપી પાડ્યો જ્યારે દારૂ મોકલનાર સહિત 6 ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.