વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25 થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ONGCને 50 લાખ રૂપિયાનો દંડ ફટકાવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણીના પગલે 25 થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે. તેલના દરિયા ઉપર તરત સૂકાભંઠ વિસ્તાર સમાન ભરૂચ જિલ્લામાં ONGC ની પાઇપલાઇનમાં લિકેજના કારણે ક્રૂડઓઇલ મિશ્રિત પાણી કચ્છીપુરા નજીક એકત્ર થયું હતું જે પીવાથી ઊંટના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.
આ મામલે સ્પષ્ટ નિષ્કર્ષ સુધી પહોંચવા ઊંટના પોસ્ટમોટર્મ અને FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, લીકેજના કારણે ઓઈલનું નાનું તળાવ બનવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ONGCને ગાંધીનગર GPCB એ 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.