ગત તા.૧૧/૦૪/૨૦૨૩ ના રોજ ઝાડેશ્વર રોડ ઉપર આવીષ્કાર એપાર્ટમેન્ટની સામે આવેલ શિવશંકર નર્સરી તથા માટલાનો વેપાર કરતા વેપારી વહેલી સવારે નજીકમાં આવેલ ગાયત્રી ફ્લેટની પાછળ કુદરતી હાજતે ગયેલ. તે વખતે તેઓ ઉપર અજાણ્યા શાર્પ શુટરોએ હથીયારો વડે અંધાધુંધ ફાયરીંગ કરી, નાસી ગયેલ અને વેપારીને ગંભીર ઇજાઓ થતા પ્રથમ ભરૂચ બાદ વડોદરા સયાજી હોસ્પીટલમાં દાખલ કરેલ. આ બાબતે વેપારીના પુત્રએ જુની અદાવતમાં આયોજનબધ્ધ રીતે હુમલો થયાની શંકા વ્યકત કરી, ફરીયાદ આપતા ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાની કોશીશ, ગુનાહીત કાવતરૂ તથા આર્મ્સ એકટની સંલગ્ન કલમો મુજબ ગુનો રજેસ્ટર કરવામાં આવેલ હતો.

આ ગુનાની ગંભીરતા સમજી ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલે ગુન્હો શોધી કાઢી,તાત્કાલીક આરોપીઓને ઝડપી પાડવા નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચ તથા પોલીસ ઇન્સ્પેકટર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે.નાઓને સુચના આપેલ.

જે અનુંસંધાને એલ.સી.બી. તથા પોલીસ ઇન્સપેક્ટર ભરૂચ શહેર “સી” ડીવીઝન ભરૂચનાએ તાત્કાલીક ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે.ની અલગ અલગ ટીમો બનાવી રૂટ ઉપરના સી.સી.ટીવી ફુટેજ, ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સથી આરોપીઓનું પગેરૂ શોધી વર્ક આઉટ હાથ ધરી, પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સથી હકિકત જણાય આવેલ કે આ ગુનાને અંજામ આપવા આરોપીઓ બિહાર ખાતેથી આવેલ હતા અને ગુનાને અંજામ આપી પરત બિહાર જતા રહેલ છે અને હાલ આ શંકાસ્પદ આરોપીઓ બિહારના શિવહર શહેરમાં છે જે મુજબની હકિકત આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ તથા પોલીસ સબ ઇન્પેકટર ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમને તાત્કાલીક શિવહર (બિહાર) ખાતે મોકલી આપવામાં આવેલ. બિહાર ખાતે તપાસમાં ગયેલ ટીમને શિવહર (બિહાર) ટાઉનમાંથી આ ગુનાને અંજામ આપનાર શાર્પ શુટર ત્રણેવ આરોપીઓને ઝડપી પાડી, ગુના બાબતે પુછપરછ કરતા આરોપીઓએ સનસની ખેજ કેફીયત આપેલ કે ભોગ બનનાર માટલાના વેપારીનો પુત્ર લલન શાહ મિત્ર હોય તેને જણાવેલ કે પોતાના પિતા સાથે બે-ત્રણ મહીનાથી તકરાર ચાલે છે. જેથી ત્રણેવને પિતાનું કાસળ કાઢવા ભરૂચ બોલાવતા તેઓ ત્રણેવ ટ્રેન મારફતે ભરૂચ આવેલ અને લલન શાહે હોટલ ક્લાસિક ખાતે રોકાણની વ્યવસ્થા કરેલ અને આ ગુનાને અંજામ આપેલાની હકિકતની કબુલાત કરતા, શિવહર શહેરની સ્થાનિક કોર્ટમાંથી ટ્રાન્ઝીટ રીમાન્ડ વોરંટ મેળવી આરોપીઓને અત્રે ભરૂચ ખાતે લઇ આવી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

આ ગુનામાં શાર્પ શુટરો પકડાયા બાદ ફરીયાદ આપનાર પુત્ર લલન શાહ ઉપર પ્રબળ શંકા ઉપજેલ અને તેને ઝડપી પાડી ઊડાણપુર્વકની પુછપરછ હાથ ધરતા ફરીયાદી લલન શાહ પણ ભાંગી પડેલ અને ગુનાની કબુલાત કરતા જણાવેલ કે પોતાના પિતા સાથે નાણાંકીય લેવડ-દેવડ બાબતે તકરાર ચાલતી હતી જેથી આ આરોપીઓને ટીપ આપી બિહારથી ભરૂચ બોલાવેલ હતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક હોટલ ક્લાસિકમાં રહેવાની વ્યવસ્થા કરી આપેલ હતી અને પોલીસને શંકા ન જાય તેથી પોતે જાણી જોઇને જુની અદાવતનું કારણ બતાવી ફરીયાદ આપેલ હતી.

પોલીસ દ્વારા આ મુજબની કબુલાત કરતા ત્રણેવ શાર્પ શુટર તથા ભોગ બનનારના પુત્ર વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવેલ છે.

* પકડાયેલ આરોપીઓ:

(૧) નંદકિશોર ઉર્ફે રાકેશ ટુનટુન શાહ ઉ.વ.૨૨ રહેવાસી- શિવહર વોર્ડ નં-૩ ફતેહપુર રોડ થાના-વિષહરસ્થાન જી. શિવહર (બિહાર)

(૨) હરેઓમ કુમાર કમલકાન્તપ્રસાદ શાહ ઉ.વ.૧૮ રહેવાસી- શિવહર વોર્ડ નં-૩ ફતેહપુર રોડ થાના-વિષહરસ્થાન જી. શિવહર (બિહાર)

(૩) રામાશંકર ઉર્ફે અભયકુમાર શ્રીગણેશ શાહ ઉ.વ.૧૯ રહેવાસી- શિવહર વોર્ડ નં-૧૪ મોરારી ચોક થાના-કુંજ ગલી જી. શિવહર (બિહાર)

(૪) લલનકુમાર 5/0 રામઇશ્વર જેગબહાદુર શાહ ઉ.વ.૩૦ હાલ રહેવાસી-મકતમપુર આવીષ્કાર એપાર્ટમેન્ટની સામે તા.જી.ભરૂચ મુળ રહેવાસી-મથુરાપુર થાના શિવહર (બિહાર)

* પોલીસે કબ્જે કરેલ મુદામાલ:

(૧) દેશી બનાવટનો તમંચો નંગ એક કિ.રૂ.૫,૦૦૦/-

(૨) આરોપી નન્દકિશોરની અંગઝડતીમાંથી ટેકનો સ્પાર્ક 10 પ્રો કંપનીનો સ્માર્ટ ફોન કિ.રૂ.૫,૦૦૦/-

(૩) આરોપી હરિઓમની અંગઝડતીમાંથી એક લાવા કંપનીનો ક્રિપેડ મોબાઇલ કિ.રૂ.૫૦૦/-

(૪) આરોપી રામાશંકરની અંગઝડતીમાંથી એક ઓપો કંપનીનો સ્માર્ટ મોબાઇલ કિ.રૂ।.૫,૦૦૦/-

(૫) આરોપી લલન શાહની અંગઝડતીમાંથી એક સ્માર્ટ મોબાઇલ કિ.રૂ।.૫,૦૦૦/-

કુલ મુદામાલ કિ.રૂ.૨૦,૫૦૦/-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here