દહેજના જોલવા ગામ પાસે આવેલી કંપનીમાં નોકરી કરતા એક એન્જિનિયર સાથે 60 હજારની છેતરપિંડીનો બનાવ બન્યો છે. એક કંપનીમાં પાર્ટનર બનાવવાનું કહી 60 હજાર રૂપિયા લીધા હતા ત્યારબાદ પાર્ટનર ન બનાવી છેતરપિંડી કરી હોવાની બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મૂળ રાજસ્થાનના હાલ સુરતના અડાજણ રોડ ઉપર આવેલ સત્યમ રો-હાઉસમાં રહેતા સુનીલ હરજીલાલ બડગુજર વર્ષ-2014માં દહેજના જોલવા ગામ પાસે આવેલ ચાઈના સ્ટીલ કંપની આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. તે સમયે 2016માં સીગ્નોડ કંપનીમાં નોકરી કરતા સુભાષ સુબ્રમણ્યમિયન કાલાચન અને અમિતકુમાર રામસાગર સિંહ ચાઈના સ્ટીલ કંપનીમાં આવતા જતા હોવાથી પરિચય થયો હતો. તે દરમિયાન આ બંનેએ કંપની શરૂ કરી હતી અને અલગ અલગ કંપનીમાં થતી પ્રોડક્ટનું પેકિંગ,પેકિંગ કરવાના મશીન અને રો-મટીરીયલ સપ્લાય કરવાના કોન્ટ્રકટનું કામ લેતા હતા.

ગત તારીખ-15-11-2020ના રોજ આ બંને ઈસમોએ સુનીલ બડગુજરને ભરૂચના ઝાડેશ્વર સ્થિત અક્ષરધામ એપાર્ટમેન્ટ સાઈ મંદિર સામેની તેઓની ઓફીસમાં બોલાવ્યા હતા અને મિત્રાધ કંપનીમાં પાર્ટનર રહેવા માટે ઓફર કરી હતી જે ઓફરને લઇ સુનીલ બડગુજરે હા કહેતા બંને ઈસમોએ તેઓને તમે ચાઈના સ્ટીલમાં નોકરી કરો છો નોકરી માંથી રાજીનામું આપશો તો તમને પાર્ટનર તરીકે રેકોર્ડ ઉપર નામ દાખલ કરવા બાંહેધરી આપી હતી અને મહીને 15 હજાર આપવાનું કહ્યું હતું.

જે બાદ બંને ઈસમોને સુનીલ બડગુજરે પાર્ટનર તરીકે રહેવા અને નામ દાખલ કરવાનું કહેતા તેઓને ના પાડી તારાથી થાય તે કરી લેજે તેવું કહી નફાના નાણા નહિ આપી છેતરપીંડી કરતા બંને ઠગ ઈસમો વિરુદ્ધ સી ડીવીઝન પોલીસ મથક ખાતે ભોગ બનનારે ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here