• ભરૂચ બી ડિવિઝન પોલીસે બાવા રેહાન દરગાહ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થો મળી કુલ રૂ. 15 લાખ 500ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા.

ભરૂચ બી ડિવિઝન પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા છે. મળતી વિગતો અનુસાર દેરોલના રહેવાસી ઈલિયાસઅલી હુસેન મલેક અને શેરપુરાના સહેજાદ દાઉદ રાજે મુંબઈના તારીક નામના ડ્રગ્સ કેરિયર પાસેથી કામરેજ નજીકથી ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો. ત્યારબાદ આ જથ્થો લઇ બાવા રેહાન દરગાહ પાસે ભરૂચના સલાઉદ્દીન અહમદ ઈશા પટેલને આપવા આવ્યા હતા.

આ અંગેની બાતમી અગાઉથી જ ભરૂચ બી ડિવિઝન પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ સ્વિફ્ટ ગાડી નં GJ-06. PJ-3214 આવતા પોલીસે તેને કોર્ડન કરી હતી અને ગાડીમાં તપાસ કરતા તેમાંથી 16.410 ગ્રામનો મેફેડ્રોન ડ્રગ્સ કુલ રૂ. 1.64 લાખથી વધુની કિંમતનો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 6 મોબાઈલ ફોન, મોટર સાયકલ, સ્વિફટ ગાડી સહીત રોકડ રૂ. 86 હજાર મળી કુલ રૂ. 10.15 લાખ 500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ત્રણેવ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ત્રણેવ ઈસમો અગાઉ પણ ડ્રગ્સનો જથ્થો લાવ્યા છે કે કેમ અને અહીં આ જથ્થો ક્યાં વેચવાનો હતો ઉપરાંત મુંબઈના કેરિયર તારિક સાથેના જોડાણ અંગેના તાર પણ ચકાસી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here