The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News દેડીયાપાડા નાના સુકાઆંબા ખાતે યુવાનને પાડોશીએ ધક્કો મારી પાડી દેતાં નીપજ્યું મોત

દેડીયાપાડા નાના સુકાઆંબા ખાતે યુવાનને પાડોશીએ ધક્કો મારી પાડી દેતાં નીપજ્યું મોત

0
દેડીયાપાડા નાના સુકાઆંબા ખાતે યુવાનને પાડોશીએ ધક્કો મારી પાડી દેતાં નીપજ્યું મોત

દેડીયાપાડાનાં નાના સુકાઆંબા નિશાળ ફળીયા ખાતે નજીવી બાબતે ગાળો બોલવાની નાં પાડતા ઉશ્કેરાઈ જઈ પાડોશીને બે થપ્પડ મારી અને છાતીના ભાગે ધક્કો મારી દેતા રોડ પર પડી જતા મોત નીપજ્તા પોલિસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની અટક કરી છે.

પોલીસ સુત્રો મુજબ દેડીયાપાડા તાલુકાનાં નાના સુકાઆંબા, નિશાળ ફળીયાનાં રહીશ   ફુલસિંગભાઇ સુરકીયાભાઇ વસાવા (ઉ.વ.૪૬)નાઓ પોતાના ખેતરેથી આવી પોતાના ઘરના આગણા માંથી પસાર થતા આર.સી.સી. રોડ ઉપર ઉભા હતા તે વખતે ગામના જ આરોપી નરપતભાઇ મગનભાઇ વસાવા  મોટરસાયકલ લઈ ઘરના આંગણા માંથી પસાર થયેલ અને તેની મોટરસાયકલ ઘરે મુકી આવી ફૂલસિંગભાઈ જ્યા ઉભા હતા ત્યાં આવી તેમને માં-બહેનની ગાળો આપી.

આરોપીને ગાળો બોલવાની ના પાડતા આરોપી નરપત એકદમ ઉશ્કેરાઈ જઈને ફુલસીંગભાઈ ને બે થપ્પડો મારી છાતીના ભાગે ધક્કો મારીને આર.સી.સી. રોડ ઉપર પાડી દઈ માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોચાડી મોતને ઘાટ ઉતારતા તે બાબતે ફૂલસિંગ નાં પરીવારનાં પ્રિયંકાબેન તે આશિષભાઇ ફુલસિંગભાઇ વસાવાએ પોલીસ ફરીયાદના આધારે પોલીસે આઈ.પી.સી.કલમ-૩૦૨, ૫૦૪ મુજબ ગુનો દાખલ કરી આરોપી નરપત વસાવા ની અટક કરી છે, જે બાબતે પીએસઆઈ સી.ડી.પટેલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!