ભરૂચના વાગરા તાલુકાના વેંગણી ગામે મંદીરના ટ્રસ્ટની જમીન પરના ૧૦- વૃક્ષો ગેરકાયદેસર કાપીને તેના લાકડા વેચી પૈસા પડાવનાર સામુ થયેલ ફરીયાદમાં કાયદેસરના પગલા લેવાય તેવી માંગ સાથે ગ્રામજનોએ આજરોજ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
વેંગણી ગામ લોકો આ આવેદનપત્ર આપી જીલ્લા કલેક્ટરને જણાવ્યું હતું કે,તેમના ગામમાં વૈજનાથ મહાદેવ મંદિર આવેલુ છે અને તેનું ટ્રસ્ટ આવેલુ છે અને આ મંદિર તથા મંદિરની જમીન એ ટ્રસ્ટની મિલકત આવેલી છે. આ ટ્રસ્ટની મિલકતમાં વૈજનાથ મહાદેવ મંદિરની ખુલ્લી જમીનમાં અમારા ગામના (૧) ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ રાજ અને (૨) બળવંતસિંહ અમરસિંહ રાજએ આશરે બે મહિના થી સતત ૫- લીમડાં, ૩- આંબલી, ૧- જાંબુડો, ૧- સરગવો થડમાંથી કાંપી નાંખેલા છે.
આ મંદિરમાં આશરે બે બીલીના ઘટાદાર વૃક્ષો આવેલા છે અને આ સામાવાળા આ બીલીના વૃક્ષો પણ કાંપવાની પેરવી કરેલી હતી અને તેના ભાગરૂપે બીલીના વૃક્ષોની ડાળખીઓ પણ કાંપી નાંખેલી હતી અને તેને અટકાવવા જતાં સામાવળાએ ગામ લોકો સાથે લડાઇ ઝઘડો કરેલો હતો અને ગાળો આપી જાનથી મારી નાંખવાની અને થાય તે કરી લેવાની ધમકીઓ આપી હતી.આજે ૭-દિવસ થઇ ગયેલ હોવા છતાં કોઇપણ પગલા લેવા કે સ્થળ તપાસ કરવાની પણ તસ્દી લેવાઇ નથી. સામાવાળાએ સદર વૃક્ષો થડમાંથી કાપી નાંખવાને લીધે વૃક્ષો પર રહેતા પક્ષીઓના માળા જમીન પર પડી ગયેલા હતા, વળી આ વૃક્ષો ઉપર રાષ્ટ્રીય પક્ષી મોર પણ રહેતા હતા. સામાવાળાએ પર્યાવરણનું મોટું નુકશાન કરેલુ હોય, વળી તેઓ સામુ ફરીયાદ આપેલી હોવા છતાં કોઇ પગલા લેવામાં આવેલા નથી.
જેની કાયદેસરની તપાસ કરીને, સામાવાળા સામું કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હોવા છતાં તેઓ વિરૂધ્ધ કોઇ કાર્યવાહી થઇ રહી નથી, જેથી આવેદનપત્ર આપવાની ફરજ પડી છે. સાથે જો ૩ દિવસમાં કસુરવારો સામે કાર્યવાહી કરવામાં નહિં આવશે તો વેંગણી ગામના લોકોએ ન્યાય મેળવવા માટે તારીખઃ ૨૧/૧૦/૨૦૨૨ થી ધરણા પ્રદર્શન કરી આંદોલન કરવાની ફરજ પડશે તેની ગંભીર નોંધ લેવી અને તેના પરિણામની સંપૂર્ણ જવાબદારી ફરીયાદ સંબંધી કાર્યવાહી નહિ કરનાર લાગતા વળગતા અધિકારીઓની રહેશેની ચિમકી ઉચારાઇ હતી.