ભરૂચના લીમડીચોક મેદાનમાં તા.17મીની મોડી સાંજે બહુજન મુક્તિ પાર્ટીની પરિવર્તન યાત્રાની એક જાહેરસભા યોજાઈ હતી.
આ જાહેર સભામાં વર્તમાન સકરકાર અને આર.એસ.એસ પર પ્રહારો સાથે કોંગ્રેસ અને આપ ઉપર પણ વકતાઓએ પ્રહારો કર્યા હતા.બી.એમ.પી.ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નિશા મેશ્રાએ મહિલાઓને લક્ષમાં રાખી સરકારના વાયદા અને પ્રલોભનોમાં ના આવી આઝાદી મેળવવા બહુજન મુક્તિ પાર્ટીને ધ્યાને રાખવા અપીલ કરી હતી. પાર્ટીના માર્ગદર્શક અને મુખ્ય વક્તા વામન મેશ્રામે પણ સમાજને ન્યાય અને સ્વાભિમાણથી જીવવા એક જ વિકલ્પ બહુજન મુક્તિ પાર્ટીને ગણાવી આર.એસ.એસ.ને તેમજ વડાપ્રધાન મોદી અને અમિત શાહને ગુંડા ગણાવી પોતાની આગવી છટામાં પ્રહારો આપ્યા હતા.
જાહે સભામાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બી.કે.કેનિયા,પ્રદેશ અધ્યક્ષ ગોવિંદભાઇ પરમાર,ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ અરૂણ જાંગીડ,ILAના મહા સચિવ વિજય ડેનિયલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અનેહિન્દુ-મુસ્લિમ જનમેદની ઉપસ્થિત રહી હતી.સભાનું સંચાલન હેમંત ગોહિલે કર્યું હતું.