માંગણીઓ ન સંતોષાતા આખરે ભરૂચ નગરપાલિકા કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર !

0
253

ભરૂચ  નગર પાલિકાના વર્ષો જૂની માંગણીઓ ન સંતોષાતા ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મંડળ તથા અખીલ ગુજરાત કર્મચારી મહામંડલ દ્વારા તા. ૧૫મીથી અપાયેલ અચોકક્સ મુદ્દતની હડતાલને ભરૂચ નગરપાલિકા કર્મીઓએ ટેકો જાહેર કરી હડતાલ પાડી હતી.

ભરૂચ પાલિકા કર્મીઓના જણાવ્યાનુસાર નગરપાલિકાના કર્મચારીઓના વણઉકેલ્યા પડતર પ્રશ્નો અને વહીવટી સુધારણાઓ બાબતે ર૦૧૫ થી સતત લેખિત તેમજ મૌખિક રજુઆતો કરી હતી.અનેકવાર રજુઆતો કર્યાબાદ તા.૧૫/૧૦/ર૦રર થી મહામંડળ દ્વારા ન્યાય માટે આવશ્યક સેવાઓ સ્થગિત કરવાનો કાર્યક્રમ યથાવત રાખવાની વહીવટીતંત્ર દ્વારા કરજ પાડવામાં આવી રહેલ હોય તેમ માની અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે સતત અમારી રજૂઆતોને નજર અંદાજ કરવામાં આવેલ છે માટે અમારે નાછૂટકે આંદોલન કરવાની ફરજ પડેલ છે અમારી માંગણીઓ બાબતે શહેરી વિકાસ વિભાગ દ્વારા પરિશિષ્ટ મુજબના જે નિર્ણય કરવાના થાય છે તે કરવામાં આવે અને નીતિવિષયક બાબતો અંગે મંત્રીઓની કમિટી સમક્ષ સાદર કરવામાં આવે અને કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવે.ત્યાં સુધી તા.૧૫મી થી તા.૧૭ સુધી રોજ પાલિકા કચેરીમાં તમામ વહીવટી કામગીરીથી બંધ પેનડાઉન તો તા.૧૮/૧૦/ ર૦રરથી ભરૂચ શહેરમાં પાણી પુરવઠો બંધ અને ૧૯/૧૦/ર૦રર શહેરમાં સ્ટ્રીટ લાઈટ બંધ તથા ૨૦/૧૦/ ર૦રર સફાઈને આનુસંગિક કામગીરી બંધ કરાશે તો ૨૧/૧૦/ર૦રરથી તમામ કામગીરી બધ કરવામાં આવશેની જાહેરાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here