તવરાના ખેડુતોએ ટી.પી સ્કીમના બહિષ્કાર સાથે ચુંટણી બહિષ્કારની ઉચ્ચારી ચિમિકી!

0
129

આજરોજ તવરા ખાતે એક બેઠક યોજી ખેડૂતો દ્વારા બહિષ્કાર કરવા નિર્ણય લેવાયો હતો સાથે જો જરૂર પડે તો તમામ સરકારી લડત આપવાની તૈયારી અને આંદોલન કરવા સાથે આગામી વિધાનસભા ચુંટણી બહિષ્કાર કરવાની ચિમકી પણ બેઠકમાં ઉચ્ચારી હતી.

તવરા ગ્રામ પંચાયત ખાતે ખેડૂતોએ એકતત્રીત થઈ એક ખેડુત બેઠક યોજી હતી. જેમાં ગઈકાલે ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા જે પાંચ ટીપી પ્લાન્ટનું લોન્ચિંગ થયું. જેને કારણે ગ્રામજનોમાં, ખેડૂતોમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો અને આ બાબતે આગળ શું પગલાં ભરવા તે બાબતે વિચારણા કરવામાં આવી હતી.

ખેડૂત આગેવાનના જણાવ્યાનુસાર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડાની રચનાના 10 વર્ષ બાદ ગત રોજ તવરાની પેહલી 5 ટાઉન પ્લાનિંગ સ્કીમના સૂચિત મુસદા માટે ઓનર્સ મીટ મળી હતી. જેમાં તવરા ગામની સીમની અંદર ૪૦ ટકા જમીન ખેડૂતોએ આપવાની રહેશે જેના વળતર તરીકે ખેડૂતોને કશુ આપવામાં નહીં આવે અને ખેડૂતને ખસી જવા કહે છે. જે બાદ સરકાર આ જમીન વેચવાની પણ વાત કરે છે. પણ તે વેચીને ખેડૂતને શું લાભ થવાના છે તે કશું પણ જણાવાયું નથી.જેથી આજે તવરાના તમામ ખેડૂતોએ એકત્રીત થઈ ટી.પી. સ્કીમનો વિરોધ કરવા સાથે તેના માટે સરકાર સામે આંદોલન જ નહીં પણ તન,મન,ધનથી લડત આપશેનું જણાવી આગામી ચુંટણી બહિષ્કારની ચિમકી પણ ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here