કૉંગ્રેસ નાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલા નો ભરૂચ જિલ્લા કોંગસ દ્વારા વખોડી જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને પાઠવવામા આવેલ આવેદનપત્રમાં જણાવ્યુ છે કે , ગુજરાત રાજયમાં છેલ્લા લગભગ ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન તદ્દન નિષ્ફળ સાબિત થયું છે. ગેરવહીવટ અને આપખુદશાહી તેમજ પ્રજા વિશેષી નિર્ણયોના કારણે હવે ભારતીય જનતા પાર્ટી લોકોની નજરોમાંથી ઉતરી રહી છે ત્યારે શનિવાર તા.૮ ઓકટોબરના રોજ કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો.
આવેદન પત્રમાં જણાવ્યાં મુજબ કોગ્રેસ દ્વારા આવી કોઈ ઘટના સાંખી લેવામાં આવશે નહીં. ખેર ગામ જિ.નવસારી નાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાની ઘટના ને કોંગ્રેસ પક્ષ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ ચિનગારી હવે આગામી દિવસોમાં ગુજરાતના સમગ્ર આદિવાસી પટ્ટા માં પ્રચંડ જવાલા રૂપે પ્રગટશે અને રાજયમાં આદિવાસી પ્રજા તરફથી કોંગ્રેસને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે . જેથી હતાશ થઈ ગયેલા ભારતીય જનતા પાર્ટી ની આવી હલકી કક્ષાની રાજનિતીને ફરી એકવાર વખોડી કાઢવામાં આવી છે.
આવેદનમાં સુરત શહેર કોંગેસ દ્વારા યોજાયેલ વિરોધ પ્રદર્શન બાદ પોલીસ દ્વારા કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓને પાસા હેઠળ સુરત જિલ્લા બહારની જેલમાં મોકલી આપવામાં આવેલ હતા જેને પણ આવેદનપત્ર દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે.
આ તમામ બાબતોએ યોગ્ય કરવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમાહિ રણાએ અપીલ કરેલ છે અને જણાવેલ છે કે, કોંગ્રેસ આવી રીતનો અન્યાય અને દમનને કયારેય સહન કરી લેશે નહી તેમજ ઉંગ્ર દેખાવો કરી આંદોલન કરશે જેની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકારની રહેશે.
આ આવેદનપત્ર પાઠવવામાં સંદિપસીહ માંગરોલા, સુલેમાન પટેલ, સમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, ઇંબાહિમ કલકલ શેરખાન પઠાણ સહિત કોંગ્રેસના આર્ગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.