ભરૂચ જિલ્લા ના સિટી એરિયા માટે ની આરોગ્ય સંજીવની જડિબુટ્ટી એટલે GVK EMRI ની કરૂણા એમ્બ્યુલન્સ 1962. આ સેવા ને આજ રોજ આખા ગુજરાત માં 5 વર્ષ પૂર્ણ થયાં, અને આ 5 વર્ષ માં અબોલ અને બિનવરસી અને નિરાધાર પશુ ઓ ની નિઃશુલ્ક સારવાર કરી 9576 પશુ અને પક્ષી ઓ ના અમૂલ્ય જીવ બચવામાં આવ્યા.
આ નિમિતે ભરૂચ પશુ દવાખાને કરૂણા એમ્બ્યુલન્સ ના વેટરનરી ર્ડો નીરવ પટેલ તથા પાયલોટ કલ્પેશ પટેલ અને પ્રોગ્રામ મેનેજર ડો રવિ રીંકે સાહેબ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર યોગેશ દોશી તથા 108 ના સુપરવાઇઝર ઈરફાન દિવાન તથા 108 સ્ટાફ અને તાલુકા ના ગવરમેન્ટ ર્ડો સાથે રહીને 5 વર્ષ પુરા થયા ની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.
આ 5 વર્ષ દરમિયાન ભરૂચ ના સિટી વિસ્તારો માં એનિમલ દીઠ (1) કુતરા-7417 (2) ગાય-1003 (3) બિલાડી-444 (4) કબૂતર-361 (5) મોર-02 અને અન્ય પશુ અને પક્ષી ઓ ની સેવા કરી હતી. આ 5 વર્ષ દરમિયાન ભરૂચ ના સિટી વિસ્તારો માં રોગ દીઠ (1) એકસિડેન્ટ-1481 (2) ઘવાયેલ-1498 (3) ડોગ બાઈટ-533 (4) ડરમિટાઇસ-429 (5) લેમનેસ્-253 (6) ફેક્ચર-555. આ પ્રમાણે ઘણા કેસોમાં અબુલા પશુનો જીવ બચાવવામાં હર હંમેશ કાર્ય કરતી રહેશે