
આજરોજ ભરૂચના નીલકંઠડેશ્વર નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી માલધરી સમાજને લગતા વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ સરકાર દ્વારા લાવવામાં આવેલ બિલના વિરોધમાં એક દિવસ માટે દૂધની હડતાળ પાડી નર્મદા નદીમાં દૂધનું અભિષેક કરી તેમજ સિવિલ હોસ્પિટલ સહિત જરૂરિયાત લોકોને દૂધનું વિતરણ કરી સરકારની નીતિનો વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ,સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં પણ માલધારીઓએ વિરોધ કર્યો હતો. માલધારીઓ દ્વારા ઠેર ઠેર વિરોધનો શૂર ઉઠી રહ્યો છે. માલધારીઓની માંગ છે કે તેઓને ગોચરની જમીન આપવામાં આવે. ગુજરાતમાં માલધારીઓએ ઢોર નિયંત્રણ કાયદાને પાછો ખેંચવા માટે આજે દૂધનું વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું અને જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થઇ રહ્યા છે. માલધારીઓએ કહ્યું હતું કે આજે દૂધનું એક ટીપું પણ કોઈપણ ડેરીમાં આપવામાં આવશે નહીં તો દૂધ કેવી રીતે ઉત્પાદન થશે અને જો દૂધ ઉત્પાદન થશે તો તે ભેળસેળ યુક્ત હશે. વધુમાં તેમણે કહ્યું કે આજે ભરૂચની નર્મદા નદીમાં દૂધ ઢોળીને માં નર્મદાનો અભિષેક કર્યો હતો.