ભરૂચ વિધાનસભાની ચૂંટણીને લઈ વિવિધ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે.જેમાં સુરતના એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહેલા ચિરાગ પાસવાનનું ભરૂચ નજીક હોટલ ઉપર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભરૂચ નેશનલ હાઈવે ૪૮ ઉપરની હોટલ ઉપર ચિરાગ પાસવાનનું લોક જનશક્તિ પાર્ટીના અબ્દુલ કામથી સહિતના અગ્રણીઓના સ્વાગત બાદ રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને ભરૂચમાં રોકાણ કરી ડિનર પણ કર્યું હતું. એક અગ્રણીના મત મુજબ ચિરાગ પાસવાન ભાજપ સાથે ગઠબંધન કરી બની શકે છે. તો લોક જનશક્તિ પાર્ટી તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉતારશેનું ચિરાગ પાસવાને જણાવ્યું હતું.
આવનારી ચુંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે કે અન્ય પાર્ટીઓ પણ મેદાનમાં ઉતરશે તે તો આવનાર સમયજ બતાવશે પરંતુ હાલમાં તમામ રાજકિય પક્ષ સહિતની પાર્ટીઓ પોતાનું શક્તિ પ્રદર્શન કરી પ્રજાને રીઝવવા પ્રયાશ કરી રહી છે.