
ભારતાના સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન મુજબ જે.એસ.એસ ભરૂચના પેટા કેન્દ્રો કોંઢ તા. વાલિયા, ઓચ્છણ તા. વાગરા તેમજ ભરૂચ શહેરના પાંચબત્તી કેંન્દ્ર ખાતે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે સ્કીલ તાલીમ પ્રાપ્ત કરતા તાલીમાર્થીઓ દ્વારા તેમનાં પ્રશિક્ષકો સાથે સંકલનમાં “મેરા ટીચર મેરા હીરો થીમ ઉપર વિવિધ કાર્યક્રમો યોજયા હતા.
આ કાર્યક્રમો જે.એસ.એસના ફીલ્ડ અને લાઈવલીહુડ કોઓર્ડીનેટર શ્રીમતિ ક્રિષ્નાબેન કઠોલીયા દ્વારા માર્ગદર્શન આપી. વિવિધ કાર્યક્રમો તથા સેલ્ફી/ ગ્રુપ ફોટો વગેરેનું પણ આયોજન કરાયું હતું. જેમાં બહેનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.