
ભરૂચ ની ઐતિહસિક જુમા મસ્જિદ ખાતે ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશન ના ઉપક્રમે ધ્વજ વંદન નો ક્રાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા ના વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ.
સમશાદ સૈયદે જણાવ્યુ હતુ કે આપણ ને આઝાદી દેશ ના મહાપુરુષો ,સ્વાતંત્ર્ય સેનાનીઓ ના સંઘર્ષ અને બલિદાન થી મળી છે.ત્યારે મહામૂલી આઝાદી ની મહત્તા સમજવાની સૌ ને જરૂર છ. એને સમજી શું તોજ આઝાદી ના પર્વ ની સારી રીતે ઉજવી શકીશું. આઝાદ ભારત ના નાગરિક તરીકે આપણે આપણો નાગરિક ધર્મ નિભાવી દેશ ને વધુ મજબૂત કરવો પડશે.
ધ્વજ વંદન કાર્યક્રમમાં માં જન શિક્ષણ સંસ્થા ના પ્રમુખ સૈયદ જૈનુલ આબેદીન, એક્સ આર્મી મેન મુળજીભાઈ, પાયોનિયર હાઈસ્કુલ ના આચાર્ય સંજયભાઈ વસાવા, આરસીસી ના પ્રેસિડેન્ટ ઝેનુદ્દીન કોન્ટ્રાકટર, નગરપાલિકા ના કાઉન્સિલર તહેઝીબ મુલ્લા, જાણીતા કવિ કે.કે રોહિત, ઇકબાલ પાતરાવાલા, ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશન પ્રમુખ મોહંમદ ઇકબાલ હવાલદાર અને સેક્રેટરી ઈમ્તિયાજ પઠાણ તેમજ રાષ્ટ્ર ભક્ત લોકોએ ખાસ હાજરી આપી દેશ ભાવના બતાવી હતી.