
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપ પ્રમુખ સાગર રબારી ની ઉપસ્થિતિ માં જીલ્લા માંથી ૭૨ લોકો કોગ્રેસ સાથે છેડો ફાડી આપ પાર્ટી માં જોડાતાં જીલ્લા કોંગ્રેસ માં ભૂકંપ સર્જાયો.
વાગરા ખાતે સિલ્પી હોટલ માં આમ આદમી પાર્ટી નો એક કાર્યક્રમ સાગર રબારીની આગેવાનીમાં યોજાયો હતો.છેલ્લા બે વર્ષથી યાકુબ ગુરજી સહિત અન્ય વરિષ્ઠ સંગઠન ના પદાધિકારીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં કોંગ્રેસ જીલ્લા પ્રમુખ ભાજપ સાથે મળી જીલ્લા પંચાયત ગુમાવી સાથે આમોદ નગરપાલિકા જે કોંગ્રેસ ક્યારેય હારી નથી તે પણ ભાજપ ને પધરાવી દિધી છે એવા આરોપ સાથે વિરોધ કરી રહ્યા હતા આજે યાકુબ ગુરજી સહિત ૭૨ જેટલા લોકો આમ આદમી ની ઝાડુ પકડી લેતા કોંગ્રેસ માટે તો મહા ભુકંપના આંચકા સમાન છે.
યાકુબ ગુરજી એ ઝાડુ હાથમાં પકડતાં જણાવ્યું હતું કે જીલ્લા કોંગ્રેસ ના માત્ર બે લોકો સંદીપ માગરોલા અને પરિમલ સિંહ ની ભાજપ સાથેની સાંઠગાંઠ ના અનેક પૂરાવા પ્રદેશ માં આપ્યા હોય અનેક વાર રજુઆતો કરી હોય તેમ છતાં પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ પ્રભારી એ કોઈ નિર્ણય ન લેતાં રાજ્ય ના ત્રિજા રાજકીય વિકલ્પ તરીકે ઉભરી આવેલ આમ આદમી પાર્ટી માં જોડાવવું એવું અમે મતદારોના અભિપ્રાય થી નક્કી કર્યું છે અને હવે કોંગ્રેસ તો પોતાના ઉમેદવારો ની ડિપોઝિટ ગુમાવશે તથા અમે ભાજપ સામે જબરદસ્ત મુકાબલો કરી ભરૂચ વાગરા અને જંબુસર ની બેઠકો ઉપર આમ આદમી ના ઉમેદવારો ને જીતાડી ગાંધીનગર માં બનનારી આમ આદમી ની સરકાર દ્વારા ભરૂચ જીલ્લા ના ખેડુતો અને બેરોજગાર ની સમસ્યાઓનું હંમેશા ના માટેનું સમાધાન કરવાના સહભાગી બનીશું આમ યાકુબ ગુરજી પૂરા દમ સાથે મેદાનમા આવ્યા છે જે શું પરિણામ લાવી શકે છે તે જોવુ રહ્યું…