- 11 વર્ષની પર્લ ચાવડાની બર્થ ડે પાર્ટીમાં ભૂલકાઓને ત્રિરંગા ની રિટર્ન ગિફ્ટ
ભરૂચમાં પણ જન્મદિવસ રાષ્ટ્રીય અને દેશભક્તિની ભાવના સાથે જન્મ દિન ની ઉજવણી કરવામાં આવી હોવાનો પ્રસંગ સામે આવ્યો છે.ભરૂચ નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડાની 11 વર્ષની પુત્રી પર્લનો જન્મદિવસનો પ્રસંગ હતો. પર્લ 12 માં વર્ષમાં પ્રવેશી રહી હતી. માતા શ્રુતિબેનને જન્મદિન દેશ અને રાષ્ટ્રભક્તિ સાથે ઉજવવાનો વિચાર આવ્યો.
12 માં વર્ષમાં પ્રવેશેલી દીકરી પર્લ પણ માતાના આ વિચારથી ખુશ થઈ અને પોતાના મિત્રો ને જન્મદિન ની ઉજવણી નું આમંત્રણ આપ્યું અને બર્થ ડે પાર્ટીનું આયોજન કરાયું જેમાં 100 થી વધુ ભૂલકાઓ આ જન્મદિવસની ઉજવણીમાં જોડાયા. જેમાં પ્રસંગ પૂર્ણ થતાં બાળકોને રિટર્ન ગિફ્ટ તિરંગા ના રૂપે આપવામાં આવી હતી.
દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અમૃત મહોત્સવ ઉપર હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા થકી 13 થી 15 ઓગસ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં ભરૂચના લોકો અને ખાસ કરીને ભારત નું ભવિષ્ય એવા ભૂલકાઓ પણ દેશભક્તિના રંગે રંગાય અને તેમનામાં દેશપ્રેમ ઉમટે તે માટે દીકરીના જન્મદિવસે રાષ્ટ્રધ્વજ રિટર્ન ગિફ્ટમાં દરેક બાળકને આપવામાં આવ્યો હતો. બાળકો પણ ખુશ ખુશાલ થઈ હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા નો સાદ છેડી આ રિટર્ન ગિફ્ટ મેળવી રાજી રાજી જોવા મળ્યા હતા.