
આજે અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં ગુજરાત એટીએસ અને એનઆઈએની ટીમ પહોંચી હતી. હાલ ત્રણની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. એનઆઈએ અને એટીએસની કાર્યવાહીને લઇને ચારેય શહેરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. એનઆઈએ કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
આ સમગ્ર મામલે એટીએસ દ્વારા હાલ જણાવવામાં આવ્યું છે કે હાલ આનઆઈએ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ ચાલી રહી છે અને ત્રણ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે પરંતુ હાલ આ તપાસ ખૂબ નાજુક તબક્કામાં હોવાથી તે અંગે વધારે વિગત મળી શકે તેમ નથી. જોકે, એટલું ચોક્કસ છે કે આ તત્વો દેશ વિરોધી કૃત્ય કરવામાં ક્યાંક સામેલ હતા. ત્રણના સબંધો હાલ તપાસ એજન્સીની રડારમાં છે.
આજે વહેલી સવારથી જ NIAની ટીમ અને ગુજરાત ATSની ટીમ દ્વારા શકમંદની દેશ વિરોધી કાવતરામાં પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં તેમના વિરોધમાં જેટલા પુરાવા મળ્યા છે તેના આધારે એટીએસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. દેશ વિરોધી કાવતરામાં સંદિગ્ધતા હોવાની વાત સામે આવતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે.
આ મામલે ભરૂચના અટકાયત કરાયેલા બંને વ્યક્તિઓને મુક્ત કરાયા હોવાનું અને મૌલાના અમીન અને તેના પિતા મૌલાના ઇબ્રાહિમની વહેલી સવારે અટકાયત કરાઇ હતી
NIA, ગુજરાત ATS અને સેન્ટ્રલ IB દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જો કે પૂછપરછમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નજરે ન પડતા પિતા – પુત્રને મુક્ત કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.