જૂના ભરૂચ ખાતે હાજીખાના બજાર નજીકની શારદા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ હાઇસ્કુલની પાછળની દિવાલનો અમુક ભાગ ધરાશાયી થતા એક સમયે આસપાસના રહિશોમાં ગભરાટ ફેલાયો હતો.
આજે સવારે જૂના ભરૂચના હાજીખાના બજાર સ્થીત શ્રેયસ હાઇસ્કુલની પાછલા ભાગની દિવલનો એક ભાગ ધરાશાયી થતાં આસપાસના રહિશોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે આ દિવાલનો ભાગ પાછળ હોય સમયે કોઇ પણ વિદ્યાર્થીઓને નુકશાન થયું ન હતું.
આ મામલે શાળાના જૂનિયર કલાર્કના જણાવ્યાનુસાર ભાર્ગવ ટ્રસ્ટના ભાડાના મકાનમાં કાર્યરત શ્રેયસ હાઇસ્કુલમાં ધોરણ ૧ થી ૧૦ના કુલ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરે છે.આ શાળાનું મકાન જર્જરીત થતાં શાળા સંચાલકો દ્વારા શાળાની નવી ઇમારત બનાવવા ૨૦૦૧ની સાલથી તંત્ર પાસે શાળા ચલાવવા વૈકલ્પીક જગ્યાની માંગણી કરતા પત્રો પાઠવાયા હતા.
જેથી શાળામાં અભ્યાસ કરતા બાળકોનું ભાવિ ના જોખમાય પરંતુ કોઇ કારણોસર જગ્યા ના ફાળવાતા તેમજ શાળાના પાછળના ભાગનું એક મકાન નવું બાંધકામ કરતી વેળા શાળાની પાછળના ભાગની દિવાલને નુકશાન થયાનું અને જે પાછળના મકાન માલિક દ્વારા રિપેર ના કરાવી અપાતા તેમના જ મકાન તરફની શાળાની પાછળની દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે શાળામાં અભ્યાસ કરતા કોઇપણ વિદ્યાર્થીઓને શાળાના આ જોખમી ઉપરના ભાગમાં ના જાય તે માટે પહેલેથી જ બંધ રખાયો હતો નું પણ જણાવ્યું હતું.
જોકે આ ઘટનાને પગલે પાલિકા દ્વારા હાલમાં તો શાળાને સીલ મારી ઇમારત ઉતારી લેવા સુચના અપાઇ છે.તો શાળા સંચાલકો દ્વારા તંત્ર દ્વારા કોઇ વૈકલ્પીક જગ્યા અપાઇ તો શાળાની ઇમારત નવી બનાવવાની રાહ જોવાઇ રહી છે.