
ભારે વરસાદને કારણે આમોદ પાસેથી પસાર ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ ગઈ હતી.જેથી નદીનું પાણી આસપાસના ખેતરોમાં ઘુસી ગયું હતું.પાણી સાથે નદીમાં વસવાટ કરતા અસંખ્ય મગરો પણ ખેતરોમાં ઘુસી જતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
આમોદ તાલુકાના વેડચા ગામે માઇનોર કેનાલ પાસે સાત ફૂટ લાંબો મગર હોવાની વન વિભાગને જાણકારી મળતા આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર આર ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ બીટ ગાર્ડ વીપીન પરમાર તથા સ્ટાફના માણસો સ્થળ ઉપર પહોંચી ગયા હતા.અને વન વિભાગના અધિકારીની સૂચના મુજબ ભારે જહેમત બાદ સાત ફૂટ લાંબા મગરનું વેડચા માઇનોર કેનાલ પાસેથી રેસ્ક્યુ કરી મગરને ઝડપી પાડ્યો હતો.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ