ભરૂચ જિલ્લાની હદમાં આવેલા નેશનલ અને સ્ટેટ હાઇવે સહિતના રસ્તાઓમાં ધોવાણ અને ખાડા તેમજ અતિવૃષ્ટીના કારણે ખેડૂતોને થયેલ જાનમાલના નુકશાનની સહાય ચુકવવા મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદન પાઠવાયું હતું.
આવેદનમાં ઉલ્લેખાયું છે કે, ને.હા.નં -૮ ઉપર ખૂબ મોટા ખાડાઓના કારણે નાના અને મોટા વાહન ચાલકોને નુકશાન પહોંચી રહયું છે. કારોના ટાયરો ફાટવાની ઘટનાઓ નિરંતર નબીપુર નજીક બની રહી છે. માટે તાત્કાલિક સમારકામ હાથ ધરાય અને હાલની અતિવૃષ્ટિના કારણે મૃત્યુ પામેલા માતર તા. આમોદ ના સ્વ. રણજીતભાઈ ઉર્ફે ગીરીશભાઈ વસાવા અને પિલુદ્રાના મૃતક સ્વ. ગીરીશભાઈ ડી. પટેલ ના પરિવારને ચાર લાખ રૂપિયા ચૂકવવા સાથે કાંપના કારણે નદીઓ પુરાઈ ગયેલ છે. જેથી પાણી વહન કરવાની ક્ષમતા ઘટી ગઈ છે. જે તમામ નદીઓ માંથી કાંપ કાઢી નદીઓ ઊંડી કરવાની,વળી અતિવૃષ્ટિના કારણે જે પરિવારોની ઘરવખરી અને ઘર નો નાશ થયેલ છે.દૂધળા અને બિન દુધાળા પશુઓના મોત થયા છે . તેઓને તાત્કાલિક એડહોક સહાય ચૂકવવા માગણી છે. આમ ઉપરોક્ત મુદ્દાઓ અંગે તાત્કાલિક અસરથી સરકાર કક્ષાએ થી આદેશ થવા માંગ કરાઇ છે.
અઠવાડીયા પહેલાજ રાજયના મહેસુલ મંત્રી દ્વારા મીડીયા સમક્ષ વરસાદથી થયેલ નુકશાન સામે સરકારે સહાયની જાહેરાતો કરી છે, પરંતુ દુઃખ સાથે તેનો અમલ કરતો નથી અને એ અંગોનો પરીપત્ર પણ અધિકૃત રીતે પણ થયેલ નથી. આમ સરકાર માત્ર લોકોને ગુમરાહ કરી રહી છે. એવું આ કિસ્સામાં ન બનવા પામે એ માટે વિનંતી કરી છે .
આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પરિમલસિંહ રણા,સંદિપ માંગરોલા,સુલેમાન પટેલ,સમશાદાલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા,દિનેશ અડવાણી સહિતના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.