ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ અને ભારે વરસાદના પગલે જૂની કોર્ટ વિસ્તાર નજીક આવેલ ઝુપડપટ્ટીમાં માટી ધસતા એક મકાન ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે.
જૂના ભરૂચમાં જૂની કોર્ટ નજીક આવેલ ઝુપડપટ્ટી વિસ્તારમાં ભારે વરસાદના પગલે માટી ધસી પડતા એક મકાન ધરાશાયી થયું હતું. જેમાં રહેતા શ્રમજીવી પરિવારનો આબાદ બચાવ થવા પામ્યો હતો જ્યારે માટી ધસતા મકાન ધરાસાયી થતાં શ્રમજીવી પરિવારની ઘરવખરી દબાઇ જતા પરિવારની હાલત કફોડી બનવા પામી હતી.તેમના જણાવ્યાનુસાર રાતે આ માટી ધસતા આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે મકાન ધરાશાયી થતાં આ શ્રમજીવી પરિવાર રસ્તા પર આવી ગયો હતો તેમને રેડ એલર્ટ વિષે પુછતા તેઓ તેનાથી અજાણ હોવાનું અને તંત્ર દ્વારા જૂના ભરૂચના આ વિસ્તારોમાં કોઇ જાણ ન કરાયાનું જણાવી હવે અમે ક્યાં જઇશુંનો વલોપાત કર્યો હતો.