
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે અગ્નિપથ યોજના મુદ્દે કોંગ્રેસ કાર્યાલયથી પ્લે બોર્ડ સાથે રેલી કાઢી સ્ટેશન સ્થીત ડૉ.આંબેડકર ની પ્રતિમા પાસે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અગ્નિપથ યોજનાની વાતને યુવાનો માટે વિશ્વાસઘાત સમાન ગણાવી અને કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજનાની જાહેરાત કરાઈ ત્યારથી દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે વિપક્ષી પાર્ટીઓ સતત સરકારને ઘેરી રહી છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે કોંગ્રેસના વિધાનસભાના પ્રભારી આશિષ રાય અને જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં રેલી સાથે વિરોધ પ્રદર્શન કર્યા હતા. જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી પ્લે બોર્ડ સાથે રેલી સ્વરૂપે સ્ટેશન રોડ સ્થીત ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમા પાસે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,સુલેમાન પટેલ,પાલીકા વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ,સલીમ અમદાવાદી,હેમેન્દ્ર કોઠીવાલા,નિકુલ મિસ્ત્રી,દિનેશ અડવાણી સહીતના કાર્યકરો,મહિલાઓ અને હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.