ભરૂચના વેજલપૂર મિશ્ર શાળા ક્રમાંક નંબર 15માં કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ,સંતોષી વસાહત મિશ્રશાળા ક્રમાંક ૪૨/૪૫,પોલીસ હેડ કવાટર્સ મિશ્રશાળા ક્રમાંક ૪૪માં શહેરી વિકાસ અને રાજય ગૃહનિર્માણ વિભાગ ગાંધીનગરના ઉપ સચિવ બી.કે. ભોઇ તથા પાલિકા પ્રમુખ અમીત ચાવડાના હસ્તે કસક મિશ્રશાળા,દાંડીયાબજાર અને નવા દહેરા મિશ્રશાળામાં કુલ ૧૪૯ જેટલા બાળકોને આવકારી પ્રવેશ અપાયો હતો.
વેજલપૂર મિશ્ર શાળા ક્રમાંક નંબર 15 કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દિન નિમિત્તે જેઓ જીવનમાં શિક્ષણનું સોપાન કરવા જઈ રહ્યા છે, તેવા પ્રવેશ મેળવતા બાળકોને આજે હુંફ થી વધાવી અને શિક્ષણના ભગીરથ કાર્યમાં જોડી એક નૂતન પેઢી ઘડતરના સહભાગી થવા આજના આ કાર્યકમમા મુખ્ય મેહમાન બી.કે.ભોઇ ઉપ સચિવ નગરપાલિકા શહેરી વિકાસ ગાંધીનગર ભરૂચ શહેર ભાજપના મહામંત્રી દિપક ભાઈ મિસ્ત્રી વોર્ડ નંબર 9ના સભ્ય ટિનેશ ભાઈ મિસ્ત્રી, સતીશભાઈ મિસ્ત્રી,રોહિણી સારંગ, ભારતીબેન વસાવા,ખારવા પંચના મહામંત્રી ઉમેશભાઈ મિસ્ત્રી સામાજીક આગેવાન નિકુલભાઈ મિસ્ત્રી,ભરતભાઈ મિસ્ત્રી,વસંતભાઈ મિસ્ત્રી,ભરૂચના શાસનાધિકારી નીશાંતભાઈ,પ્રિન્સિપલ હુસેનભાઇ મેમણ શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં શાળાના બાળકો હાજર રહ્યા હતા.