ભરૂચ જીલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન, તેમજ કોંગ્રેસ ના સક્રિય સભ્ય યાકુબ ગુરજીએ આજે નારાજગી સાથે પોતાનું રાજીનામું આપતા જિલ્લા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
યાકુબ ગુરજીએ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પાલભાઈ આંબલીયને પ્રદેશ કાર્યાલય ખાતે પોતાની નારાજગી સાથે આપેલ રાજીનામામાં પોતાની વ્યથા જણાવતા લખ્યું છે કે, ભરૂચ જીલ્લા ના સંગઠન માં કેટલાક વર્ષોથી કમલ છાપ કોંગ્રેસીઓ નો વહિવટ છે ખુદ જીલ્લા પ્રમુખે છેલ્લા એક વર્ષમાં પક્ષની વિચારધારા વિરૂદ્ધ અનેક કૃત્યો જાહેરમાં કરેલ છે તેમજ ભાજપ ને ફાયદો પહોંચાડવા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં કોંગ્રેસ ના પ્રમાણિક અને જનાધાર ધરાવનાર આગેવાનો ને પક્ષથી વિમુખ કર્યાં છે.
જીલ્લા માં ત્રણ વર્ષ માં કોંગ્રેસ ખૂબજ નબળી બની છે અને ચાલુ પ્રમુખ ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં પ્રદેસ પ્રમુખ ના આદેશની અવગણના બદલ નોટીસ પણ પાઠવેલ છે.ત્યારે આવા પ્રમુખ સાથે કામ કરવું અસહ્ય હોય તે બાબતની રજૂઆત પાર્ટી પ્રોટોકોલ માં રહી જીલ્લા પ્રભારી થી લઈને પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ સુધી વારંવાર કરી હોય તેમ છતાં પ્રદેશ કક્ષાએ થી પ્રમુખ ને બદલવાની જગ્યાએ જીલ્લા પ્રમુખ તરીકે ચાલુ રાખવાની જાહેરાત કરેલ છે.જેના થી આહટ થઈ રાજીનામું આપું છું.