
- અન્ય જિલ્લાઓ જેટલું વળતર મેળવવા ભરૂચના ખેડૂતો કરશે આંદોલન
ભરૂચ ખાતે જિલ્લા ના વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ના અસરગ્રસ્ત ખેડૂતો ની બેઠક ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ ના નેજા હેઠળ રાજ્પૂત છાત્રાલય ખાતે મળી હતી.જેમાં રાષ્ટ્ર અને રાજ્યના ખેડૂત નેતાઓ ને બોલાવવાનું નક્કી કરી આપઘાત નહિ પણ આંદોલન નો નિર્ણય કરાયો હતો.
આ બેઠકમાં ભરૂચ જિલ્લા માથી પસાર થતાં બુલેટ ટ્રેન, એકસપ્રેસ હાઇવે, ફ્રેઇટ કોરિડોર, ભાડભૂત બેરેજ યોજના માટે સંપાદિત જમીન માટે સુરત, નવસારી,અને વલસાડ જિલ્લા ના ખેડૂતો ને અપાયેલ વળતર જેટલા વળતર ની માંગ કરવામાં આવી હતી. ભરૂચ ખેડૂત સમાજ ના પ્રમુખ મહેન્દ્ર સિંહ કરમરિયાએ આક્ષેપ કર્યા હતા કે ભરૂચ જિલ્લા ના ખેડૂતો ની જમીન સંપાદિત કરી પાડોશી જિલ્લા કરતા અત્યંત ઓછું વળતર ચૂકવવામાં આવે છે. જે સામે ખેડૂતો નો વિરોધ છે. આ અન્યાય મા ખેડૂતો પાસે બે જ રસ્તા છે. કયાંતો આપઘાત કરે અથવા તો કરે આંદોલન. ત્યારે હવે ન્યાય મેળવવા આપઘાત નહિ પણ આંદોલન કરવામાં આવશે.જે માટે રાકેશ તિકૈત, જયેશ પટેલ રાષ્ટ્રીય અને રાજ્ય ના ખેડૂત આગેવાનો ને બોલાવી અન્યાય અંગે માહિતી આપી આંદોલન અંગે ની રૂપરેખા ઘડી કાઢવા મા આવશે.
અત્રે એ વાત નો ઉલ્લેખ કરવો રહ્યો કે ઘણા સમય થી ખેડૂતો વળતર ના મુદ્દે વિવિધ સ્તરે રજૂઆત કરવા સાથે સમયાંતરે આંદોલન પણ કરી રહ્યા છે પણ ઠાલા વચનો જ મળતા રહ્યા છે ત્યારે હવે ખેડૂત આંદોલન મા રાષ્ટ્રીય ખેડૂત નેતા ના આગમન બાદ જિલ્લા ના ખેડૂતો ની માંગ સંતોષાય છે કે કેમ તે જોવું રહ્યું.