આમોદ નગરમાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર આજે ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા લોકોમાં હાઇવે ઓથોરિટી સામે રોષ જોવા મળ્યો હતો.
આમોદ નગરમાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર બચ્ચો કા ઘરની સામે સર્વિસ રોડ ઉપર આવેલી ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા લોકોમાં હાઇવે ઓથોરિટી સામે રોષ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે હાઇવે ઓથોરિટીએ સુરતની એજન્સીને ૨૦૧૭ માં ૧૩.૪૦ કરોડના ખર્ચે આમોદ-નાહીયેર તેમજ સુડી- સમની સેક્શનનું કામ આપવામાં આવ્યું હતું.જેમાં રોડ સેફટીને લગતાં નિયમોનું પાલન કરવાનું હતું પરંતુ એજન્સી તેમજ માર્ગ અને મકાન વિભાગ ભરૂચની મિલીભગતથી માત્ર કાગળ ઉપર જ ૧૩.૪૦ કરોડનો ખર્ચ બતાવવામાં આવ્યો હતો.જેમાં હાઇવેની બાજુમાં બનાવવામાં આવેલી ગટરો અત્યંત તકલાદી બનાવવામાં આવી હતી.
જે ગટર ભારદારી વાહનોને કારણે અનેક વખત તૂટી ગઈ હોવાથી હાઇવે ઓથોરીટીના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની ચાડી ખાઈ રહી છે. તેમજ રોડ સેફટી અંગેના કોઈ નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું અને રીફલેકટર લાઈટ કે અન્ય કોઈ કામગીરી નહીં કરવાથી વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેનો ભોગ નિર્દોષ વાહનચાલકો પણ બની રહ્યા છે.હાઇવે ઓથોરિટી ની ગંભીર ભૂલને કારણે ગટરમાં પડેલી ગાયને ભારે જહેમત બાદ પશુપાલકોએ બહાર કાઢી હતી.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ