ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા ઈસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ વિરુદ્ધ કરવામાં આવેલ ગુસ્તાખી ભર્યા નિવેદનો અભદ્ર ઉચ્ચારણો ને લઇ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી અને મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યાં છે.જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસના લઘુમતી સમાજના પ્રમુખ ઇશાક રાજ, કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલ, યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી,વિપક્ષ નેતા શમસાદઅલી સૌયદ,ઝુબેર પટેલ અને હોદ્દેદારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નૂપુર શર્માના વિરુધ્ધમાં જિલ્લા કલેકટરને આવેદન પાઠવી કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહી માંગ કરી હતી.

આવેદનમાં જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજ  પયગંબર સાહેબ પ્રત્યે સર્વોચ્ચ રીતે માન આદર અને પવિત્ર પ્રેમની લાગણી ધરાવે છે. તેઓ પ્રત્યેની નિષ્ઠાને આસ્થાનું અવિભાજિત અંગ સમાન ગણે છે અને તેમના પ્રત્યે નુપુર શર્મા ગુસ્તાખી ભર્યા અપવિત્ર નિવેદનોથી તેઓની ઇસ્લામ ધર્મ પ્રત્યેની ધૃણા અને અજ્ઞાનતા જાહેર થાય છે.

પયગંબર સાહેબની પવિત્ર જીવનશૈલી ઉપદેશો આચરણો આદર્શો સિદ્ધાંતોની તેઓએ ધરાર અવગણના કરી છે. તેઓની કોમી વિસંવાદિતા થી ભરપુર માનસિકતાનું પ્રતિબિંબ રજૂ કરે છે તેવા આક્ષેપ સાથે નુપુર શર્મા તેમજ સહભાગી લોકોના દુષ્કૃત્યની ગંભીરતા ધ્યાનમાં લઈ તેમની સામે સખતમાં સખત કાનૂની કાર્યવાહી માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here